ભાજપના ક્યા સાંસદ કહ્યું કે દારૂ વિના ચૂંટણી જીતાતી નથી ? જાણો

0
178
Advertisement
Loading...

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ હંમેશા ચર્ચાનુ કેન્દ્ર રહેતા ભાજપ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપતા પોતાની જ પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહે એક કાર્યક્રમમાં પોતાના ભાષણમાં જણાવ્યુ હતું કે, દારુ વગર ચૂંટણી જીતી શકાય તેમ નથી, પણ મેં દારુ જોયો નથી.

પ્રભાતસિંહે જણાવ્યુ હતું કે, આગામી ૩ ટર્મ સુધી તેઓ ભાજપ તરફથી જ લોકસભાની ચૂંટણી લડશે અને વિજયી પણ બનશે. પંચમહાલ જિલ્લામાં તેમને હરાવી શકે તેવુ કોઈ છે નહીં. સાંસદે વધુમાં જણાવ્યુ હતું કે, વાઈન (દારુ) વીના ચૂંટણી જીતી શકાતી નથી. મળતી માહિતી મુજબ ગોધરા ખાતે લોકજન શક્તિ પાર્ટી દ્વારા આજે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશાવર્કરોના પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ આવેદનપત્ર આપતા પહેલા લોકજન શક્તિ પાર્ટી દ્વારા ગોધરા સર્કિટ હાઉસ ખાતે આંગણવાડી કાર્યકરોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત દલિત સેનાના અધ્યક્ષ મુકેશ ગુર્જર પણ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ભાજપના સાંસદ પ્રભાતસિંહે ઉપસ્થિત તમામને સંબોધતા નિવેદન આપ્યુ હતું કે ગત લોકસભાની ચુંટણીઓ દરમિયાન હું જંગી બહુમતિથી જીત્યો છું અને આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ૨.૫ લાખની બહુમતિથી હું જીતવાનો જ છું અને આગામી ૩ ટર્મ સુધી પણ હું જ ભાજપ તરફથી લોકસભાની ચુંટણી લડવાનો છું. સાંસદે વધુમાં જણાવ્યુ કે, મને પંચમહાલમાં કોઈ હરાવી શકે તેમ નથી. જોકે, ત્યારબાદ સાંસદે બફાટ કરતા કહ્યુ હતું કે પહેલા ચૂંટણી વાઈન વગર જીતાતી નહતી, પણ મેં દારુ જોયો નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here