પાલિતાણાના પરિવારને વડોદરા નજીક નડ્યો અકસ્માત, ચારના મોત જુઓ તસવીરોમાં

0
283
Advertisement
Loading...

પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પાલિતાણાના એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થઇ છે.

પાલિતાણાના પરિવારને વડોદરા નજીક અકસ્માત, ચારના મોત

પ્રાપ્ત માહિતી પ્રમાણે પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર જંબુસર તરફ જઇ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા મોતની ચિચિયારીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને બે યુવકોનો સમાવેશ થાય છે. આ પરિવાર પાલિતાણાનો હોવાનું જાણવા મળ્યુ છે.

ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

પાલિતાણાનો પરિવાર અકસ્માતમાં પિંખાયો

ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મૃતકોમાં એક બાળક, એક મહિલા અને બે યુવકોનો સમાવેશ

આ પરિવાર પાલિતાણાનો હોવાનું જાણવા મળ્યુ છે

પાલિતાણાના પરિવારને વડોદરા નજીક નડ્યો અકસ્માત, ચારના મોત

ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સર્જાયા અરેરાટીભર્યા દ્રશ્યો

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here