વ્યારાના ઇન્દુ ગામ પાસે ટ્રિપલ અકસ્માત થતાં એકનું મોત થયું છે. બાઇક અને કાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક આઇશર રસ્તા પર આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર બેઠેલી એક વ્યક્તિનું મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના કારમાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ ઘટના નેશનલ હાઈવે નંબર 53 પર વ્યારાના ઈન્દુ ગામ પાસે બની હતી. બાઈકમાં બેઠેલા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારમાં સવાર લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને કારને નુકસાન થયું હતું.
કારના કેમેરામાં કેદ થયો ખતરનાક ત્રિપલ એક્સિડન્ટ
એક્સિડન્ટના દ્રશ્યો કેદ થયા કેમેરામાં
વ્યારાથી જઈ રહેલી કારમાં મોબાઈલનો કેમેરો ચાલું હતું. અને સમગ્ર રસ્તાનું શૂટીંગ ચાલતું હતું. આ દરમિયાન અચાનક સર્જાયેલો એક્સિડન્ટના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતાં. હીચકારા દ્રશ્યોને કબ્જે લઈને પોલીસે વીડિયોના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણ રસ્તા પર પુરપાટ દોડતો હતો ટેમ્પો
કારના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ ત્રણ રસ્તા પરથી પસાર થતા ટેમ્પાની સ્પીડ બેફામ હતી. ટેમ્પો ચાલકે ત્રણ રસ્તા પર સ્પીડ બ્રેકર પર પણ સ્પીડ ધીમી કર્યા વગર જ ટેમ્પો ચલાવ્યા રાખ્યો હતો. અને જોખમી રીતે ટેમ્પો સ્પીડબ્રેકરને કુદાવ્યો હતો. ત્યારબાદ સીધો જ ટેમ્પો સાથે બાઈક અને કાર અથડાયાં હતાં.
એક્સિડન્ટના દ્રશ્યો કેદ થયા કેમેરામાં
બાઈકને ભારે નુકસાન થયું હતું.
કારના બોનેટને પણ નુકસાન થયું હતું.