હવે ટ્રાફિક નિયમનો ભંગ કરનારના ઘરે નહિ આવે ઈ-મેમો !! જાણો કેમ?

0
226
Advertisement
Loading...

રાજ્ય ગૃહમંત્રી જાડેજાએ જણાવ્યું છે કે સી.સી.ટી.વી.ના ફુટેજના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટીક-મેન્યુઅલ ઇ-ચલન જનરેટ કરીને ટ્રાફિકનો ભંગ કરનાર નાગરિકના ઘરે તેમના સરનામે મેમો મોકલી આપવામાં આવે છે.

પરંતુ આ કેટલીક ટેક્નિકલ ક્ષતિના કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઇ-મેમો નાગરિકોને મોકલવામાં આવી રહ્યા છે. એવી રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળતા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરો તથા ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિત અન્ય શહેરોમાં વસતા નાગરિકોના હિતને ધ્યાને લઇ જ્યાં સુધી સ્માર્ટ સીટી પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે કાર્યરત ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટ દ્વારા ઇ-ચલન નાગરિકોને મોકલવાના રહેશે નહીં જેથી નાગરિકોને પડતી અસુવિધાઓ દુર થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here