હવે શંકરસિંહ વાઘેલા બનશે ઓરિસ્સાના રાજ્યપાલ..!!?

0
200
Now Shankarsinh Vaghela will be the governor of Odisha
Advertisement
Loading...

(જી.એન.એસ)ગાંધીનગર, ગુજરાતના વિપક્ષના કદાવર નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાની રાજ્યપાલ તરીકે નિમણૂંક થઈ શકે છે. જાણવા મળી રહ્યું છે કે, શંકરસિંહ વાઘેલાને ઓરિસ્સા અથવા મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. વજુભાઈ વાળા અને આનંદીબહેન પટેલ બાદ શંકરસિંહ વાઘેલા ત્રીજા નંબરના કદાવર નેતા છે.

મહત્વનું છે કે ઓરિસ્સાના રાજ્યપાલ એસ.સી. જમીર આગામી બે મહિનામાં નિવૃત્ત થશે અને બીજી બાજુ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાર પૂર્ણ થવાને હજુ એક વર્ષથી વધુ સમય છે. જેથી બાપુને ઓરિસ્સાના રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને ‘જન વિકલ્પ’ નામે નવો પક્ષ ઉભો કર્યો હતો. જો કે આ મામલે અધિકારીક રીતે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે વજુભાઈ વાળા બાદ ભાજપના આનંદીબેન પટેલને પણ મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here