બીજેપીના સરપંચ અભિનંદન કાર્યક્રમ માં એકપણ સરપંચ હાજર નહિ.

0
176
Not a single sarpanch is present in the BJP's Sarpanch congratulatory program
Advertisement
Loading...

(જી.એન.એસ)ગાંધીનગર, ૪ ફેબ્રુઆરીના રોજ રાજ્યની ૧૧૨૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેના આજે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતોના પરિણામોને પગલે પ્રદેશ ભાજપ દ્વારા બીજેપી સમર્થિત ચૂંટાયેલા સરપંચો માટે સાંજના ચાર વાગ્યે ’સરપંચ અભિનંદન’ કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજેપીએ ૮૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતો જીતી લીધી હોવાનો દાવો કર્યો હતો. પરંતુ આ તમામ દાવાઓ અને આયોજન વચ્ચે ભાજપના પ્રદેશ કાર્યાલ શ્રી કમલમ પર યોજાનારા ’સરપંચ અભિનંદન’ કાર્યક્રમમાં એક પણ સરપંચ આવ્યો નહોતો. સૂત્રો મુજબ, આ વાત મીડિયામાં આવતા જ બીજેપીના સ્થાનિક નેતાઓ આવી પહોંચ્યા હતા. તેમજ ડ્રાઈવર અને ત્યાં કામ કરતા કર્મચારીઓને ભાજપનો ખેસ પહેરાવીને ’ડુપ્લીકેટ સરપંચો’ ઉભા કર્યા હતા.

થોડા સરપંચો સાથે બીજેપીના પ્રવક્તા ભરત પંડ્યા સિવાય બીજા કોઈ મોટા નેતા જોવા મળ્યા નહોતા. આમ બીજેપીના આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. માત્ર એટલું જ નહીં, કાર્યકરમાં પણ કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહોતો.ગાંધીનગરમાં ગ્રામ પંચાયતની ચૂટણીને લઈને રાજય ચૂંટણીપંચ પાસે આવેલ અહેવાલ મુજબ, રાજ્યમાં ૧૧૨૯ ગ્રામ પંચાયતો પૈકી ૯૦૦ સરપંચોના પરિણામ જાહેર થયા. ૪૬૯૭ સભ્યો વિજેતા જાહેર થયા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here