ન્યુઝિલેન્ડ : દરીયામાં ડુબી જતા વડોદરાના યુવકનુ મોત

0
195
Advertisement
Loading...

હેલિકોપ્ટરથી પત્નીને બચાવી લેવાઈ

ગત ૪ ડિસેમ્બરના રોજ લગ્ન કરીને ન્યુઝિલેન્ડ પરત ફરેલુ વડોદરાનુ નવદંપત્તિ ૧૪ જાન્યુઆરીાએ ઉત્તરાયણના દિવસે ન્યુઝિલન્ડના રીયામાં તણાઈ ગયુ હતું. હેલિકોપ્ટર દ્વારા યુગલનું રેસ્ક્યુ કરીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં યુવાનનુ મોત નિપજ્યુ હતું. જ્યારે યુવતિનો આબાદ બચાવ થયો છે. દરીયામાં ડુબી ગયેલા યુવાનના મૃતદેહને વડોદરા ખાતે લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના વાઘોડીયા રોડ, પરિવાર ચાર રસ્તા પાસે ૪૧, પિતાંબર ટાઉનશીપમાં રહેતા અને ઓએનજીસીમાં ફરજ બજાવતા વિનુભાઈ લિંબાચીયા અને પત્ની ધર્મિષ્ઠાબેનના એકના એક પુત્ર અને બહેન દર્શનાના એકના એક ભાઈ હેમિનનુ ઉત્તરાયણના દિવસે ન્યુઝિલેન્ડમાં વાઈમારામા બીચ પર ડુબી જવાના કારણે મોત નીપજ્યુ છે. પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવારજનો શોકમાં ઘરકાવ થઈ ગયા છે.

ગત તા.૪ ડિસેમ્બરના રોજ હેમિનના વડોદરાની જ રહેવાસી અને છેલ્લા દોઢ વર્ષથી ન્યુઝિલેન્ડમાં જ હેમિન સાથે સ્થાયી થયેલી તેની પ્રેમિકા તનવી ભાવસાર સાથે વડોદરામાં ધામધુમથી લગ્ન થયા હતા. લગ્ન બાદ તા.૩૦ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ યુગલ પરિવારજનો, મિત્રોને નવા વર્ષની અને ઉત્તરાયણની એડવાન્સ શુભેચ્છા આપીને સિંગાપોર ફરવા માટે ગયુ હતુ. ચાર દિવસ સિંગાપોરમાં ફરીને તેઓ ૪ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ન્યુઝિલેન્ડ રવાના થઈ ગયુ હતું.

જોકે ૧૪મીએ ન્યુઝિલેન્ડમાં નેશનલ ડે હોવાથી હેમિન અને તનવી ન્યુઝિલેન્ડના વાઈમારામાં બીચ પર ફરવા માટે ગયા હતા. જ્યાં દરીયામાં ડુબી જવાના કારણે હેમિનનુ મોત નિપજ્યુ હતું, જ્યારે તેની પત્ની તનવીને બચાવી લેવામાં આવી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here