નીરવ મોદીએ ૨૧.૩૮ કરોડ ડોલરના બનાવટી બિલો પર લોન લીધી : યુએસ રિપોર્ટ

0
84
Advertisement
Loading...

નીરવ મોદીએ એક હીરાને દુનિયાભરમાં ફેરવ્યો હતો. ૩ કેરેટના એક જ હીરાને નીરવ મોદીની શંકાસ્પદ કંપનીઓને ચાર વાર મોકલવામાં આવ્યો હતો. ૨૦૧૧માં પાંચ વખત આવું થયું. રાઉન્ડ ટ્રિપિંગની આ રમત જ સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ (પીએનબી ફ્રોડ)નું મૂળ હતું. અમેરિકાની સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન અને ન્યાય વિભાગના વકીલની તપાસમાં આ બહાર આવ્યું છે. બ્લુમબર્ગે આ રિપોર્ટના ટાંકીને જણાવ્યું છે કે નીરવે ૨૦૧૧થી ૨૦૧૭ વચ્ચે કુલ રૂા. ૨૧.૩૮ કરોડ ડોલરના બનાવટી બિલ્સ બનાવ્યા હતાં. તેના આધાર પર તે લેટર ઓફ અન્ડરટેકિંગ્સ મારફત પંજાબ નેશનલ બેન્કમાંથી લોન લેતો રહ્યો હતો.

વેચાણમાં તેજીના નામે છેતરપિંડીથી નીરવ મોદી અને તેના સહયોગીઓએ અનેક દેશોમાંથી ૪ અબજ ડોલરની લોન લીધી. તેના માટે ૨૦ બનાવટી કંપનીઓ મારફત લેણદેણ બતાવવામાં આવી. પછી તેને હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશન નામની શેલ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત ૧૧ લાખ ડોલર બતાવવામાં આવી. આ બન્ને કંપનીઓનો માલિક પરોક્ષ રીતે ખુદ નીરવ મોદી જ હતો. બે સપ્તાહ પછી આ હીરાને સોલર એક્સપોર્ટ કંપનીને મોકલવામાં આવ્યો. તેની કિંમત ૧.૮૩ લાખ ડોલર બતાવવામાં આવી. સોલર એક્સપોર્ટ પણ નીરવ મોદી ફેમિલી ટ્રસ્ટની પાર્ટનરશિપની કંપની હતી જે ફાયરસ્ટાર ડાયમન્ડની માલિકની હતી.

રિપોર્ટ અનુસાર એક સપ્તાહની અંદર જ ન્યુયોર્ક સ્થિત ફાયરસ્ટારે ફરીથી હોંગકોંગ સ્થિત ફેન્સી ક્રિએશનને હીરો મોકલી દીધો. આ વખતે હીરો ૧૧.૬ લાખ ડોલરનો બતાવવામાં આવ્યો. બે સપ્તાહ પછી ન્યુયોર્કમાં આવેલી એ.જેફ. ડાયમંડ કંપનીએ વર્લ્ડ ડાયમંડ ડિસ્ટ્રબ્યિુશનને હીરો વેચી દીધો. આ વખતે ૧૨ લાખનું બિલ બનાવવામાં આવ્યું. વર્લ્ડ ડાયમંડન્ પણ યુએઇમાં સ્થિત નીરવ મોદીની કંપની હતી. આ સિલસિલો આગળ પણ ચાલતો રહ્યો હતો. અમેરિકામાં પણ મોદીની કંપનીઓ સાથે જ કુરીયર ફર્મ સાથે કોન્ટ્રાક્ટ હતો, તેના બદલે ફેડએક્સ કુરીયર નામની એક ફર્મ મારફત હીરાને એક્સપોર્ટ કરવામાં આવ્યો. તેમાં ૧૭ લાખ ડોલરના મૂલ્યનો ૧૭ કેરેટનો હીરો પણ હતો. જોકે ફેડએક્સે માત્ર ૧.૫ લાખ ડોલરનો જ ઇન્શ્યોરન્સ કર્યો. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ રિપોર્ટથી નીરવની સંપત્તિઓ પર પીએનબીનો દાવો મજબૂત થશે. અમેરિકામાં ફાયરસ્ટાર ડાયમન્ડની એસેટ્સનું વેચાણ શરૂ થશે ત્યારે પીએનબી પણ હિસ્સો માંગી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here