અમદાવાદના નરોડામાં ભોંયરામાંથી ઝડપાયું દારૂનું ગોડાઉન

0
129
Advertisement
Loading...

અમદાવાદ: ગુજરાતમાં એક તરફ પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલીકરણ માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બુટલેગરો પણ આધુનિક થઈ ગયા છે અને દારૂને છૂપાવવા માટે અવનવી તરકીબો અપનાવે છે.

અમદાવાદના નરોડામાંથી આવું જ એક દારૂનું ગોડાઉન ઝડપાયું છે. જ્યાં પ્રકાશ સોસાયટીમાં એક મકાનમાં હાઈડ્રોલિક ભોંયરું બનાવવામાં આવ્યું હતું.

આ ઘર અન્ય કોઈ નહીં પરંતુ કુખ્યાત બુટલેગર રામનું છે. જ્યાં ઝોન-4 પોલીસે દરોડા પાડયા હતા અને ભોયારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી અને કુખ્યાત બુટલેગર રામની ધરપકડ કરી લીધી છે.

હાઈડ્રોલીક ભોંયરું જોઈને તમે પણ ચકિત થઈ જશો. જેમાં ટાઈલ્સની નીચે એક હાઈડ્રોલિક પંપ લગાવેલો છે. જેની સ્વીચ દબાવતાં જ તે ટાઈલ્સ ઉપરની સાઈડ સરકે છે અને એક વ્યક્તિ અંદર જઈ શકે તેટલી જગ્યા હોય છે.

જેમાંથી અંદરની સાઈડ પોલીસે જઈને જોયું તો અંદર આખું એક દારૂનું ભોંયરું હતું. જ્યાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. આ હાઈડ્રોલિક ભોંયરા અંગે કોઈને જરા પણ અંદાજ ન આવે તેવી રીતે બનાવવમાં આવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here