રાજપીપળા ન.પા. ચૂંટણીમાં હોબાળો, સાંસદ-કોંગ્રેસના સભ્યો વચ્ચે છુટાહાથે મારામારી

0
130
Advertisement
Loading...

રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો સર્જાયો છે. પાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટર સુભાષ ભોજવાણીએ પ્રવેશ કરતા ભાજપના સાંસદ મનસુખ વાસાવા અને સંગઠન પ્રભારી સતીશ પટેલે વાંધો ઉઠાવ્યો હતો. સાંસદ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઘર્ષણ થયું અને સ્થિતિ વણસતા બન્ને પક્ષાના સભ્યો વચ્ચે છુટાહાથે મારામારી થઈ હતી.

ભાજપના ચાર બળવાખોર સભ્યો કોંગ્રેસ અને અપક્ષ સભ્યોને પાલિકામાં પ્રવેશ નહીં અપાતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતુ. ચાર સભ્યોના રાજીનામા મંજૂર થઈ ગયા હોવાનું કહેવાતા હંગામો થયો હતો. ભાજપના ચાર બળવાખોર સભ્યોએ દાવો કર્યો છે કે તેમણે રાજીનામા નથી આપ્યા. જ્યારે કે પહેલી જૂને જ આ સભ્યોએ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતુ કે તેમના બનાવટી રાજીનામા મંજૂર કરવા નહીં.

તેમ છતા પ્રમુખે ભાજપના બળવાખોર સભ્યોના રાજીનામાં મંજુર કર્યા હોવાની વિગત ચીફ ઓફિસરે પ્રાંત અધિકારીને આપી હતી. ચૂંટણી પહેલા પોલીસને ૨૪ સભ્યોની યાદી સોંપાઈ હતી અને પૂરતો બંદોબસ્ત રાખવા પ્રાંત અધિકારીએ જાણ કરાઈ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here