યુવકના 13માએ માતાનું મૃત્યુ, અડધો કલાકમાં મામાનું પણ મૃત્યુ, પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ

0
142
Advertisement
Loading...

આણંદ શહેરમાં યુવાનપુત્રના મોતનો આઘાત જીરવી નહી શકનાર માતાએ તેરમાના દિવસે દેહ છોડી દીધો હતો.મહિલાના મોતની જાણ પિયરમાં કરાતા મહિલાના ભાઇ એટલે કે મૃતક યુવાનના મામાનું પણ મોત થયું હતુ.આ કરૂણ બનાવને લીધે આણંદના પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. આણંદ શહેરમાં નાના અડધમાં ગંગાદાસની ખડકીમાં રહેતા ઘનશ્યામભાઇ પટેલનો 28 વર્ષીય સોફ્ટવેર એન્જીનિયર પુત્ર ધવલ અમદાવાદની એક સોફ્ટવેર કંપનીમાં ફરજ બજાવતો હતો.

ગત 28મી માર્ચને ગુરૂવારે સવારે 8.30 કલાકે તેની છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડયો હતો. માતાએ પુત્રના માથાને ખોળામાં મૂકી બામ ઘસ્યો હતો. તબીબને આવે તે પહેલાં જ માતા જ્યોત્સનાબેનની ગોદમાં ધવલનો દેહત્યાગ થયો હતો. આમ ખોળાનો ખુંદનાર પુત્ર જ ખોળામાં જીવ છોડી જતા માતાને અસહય આધાત લાગ્યો હતો. આઘાતમાં સરી પડેલી માતાનું આખરે મોત નીપજ્યું હતું.

આણંદના હાર્ટ સેન્ટરની કાર્ડીયોલોજીસ્ટ ડો. પીયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે, યુવાન ધવલભાઇ ના મોત પાછળ ટ્રાન્સફેટ જવાબદાર છે. તળેલા અને બેકરીમાં વેચાતા ચરબીવાળા ખોરાક, પ્રેસ્ટી, કેક, ક્રીમવાળી આઇટમોમાં ટ્રાન્સફેટ હોય છે. જેના લીધે આજના 18 થી 40 વર્ષ સુધીના યુવાનોના હાર્ટએટેકથી મોત થાય છે.

જ્યારે માતાનું અને મામાનું મોત પાછળ બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ જવાબદાર છે. જેમાં કોઇપણ નજીકના સ્વજનોના મોતના સમાચાર આકસ્મિક હૃદય રોગનો હુમલો આવે છે. જેના લીધે હૃદયની તમામ નસો એક સાથે અચાનક સંકોજાય છે. જેના લીધે મોત નીપજે છે. – પીયુષભાઈ પટેલ, કાર્ડીયોલોજીસ્ટ, આણંદ

જયોત્સનાબહેનના પિયર કાલસર ખાતે રાત્રે ટેલિફોન પર તેમના ભાઇઓને માઠા સમાચાર જાણીને તેમના નાનાભાઇ રમેશભાઇ શનાભાઇ પટેલ (ઉ.વ.57) આઘાતમાં સરી પડ્યા હતા અને રાત્રે 11 કલાકે રમેશભાઇનું પણ હાર્ટએકેટથી મોત થયુ હતું. આમ પુત્ર,માતા અને મામાનું પણ હદયરોગથી મોત થયુ હતું.

માતા જયોત્સના બહેન અને પિતા ધનશ્યમાભાઇ પટેલે ત્રણ દિવસ સુધી અન્નનો ત્યાગ કરી દીધો હતો.માત્ર પાણી અને જયુસ પીધુ હતુ.બીજબાજુ પિતાએ સ્વસ્થતા કેળવી લીધી હતી.પરંતુ પુત્રનું બેસણું પત્યાબાદ માતાની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.ડાયાબિટીસની તકલીફ જણાંતા તેમને ઘરે લવાયા હતા.

યુવાન પુત્ર ધવલભાઇનું તેરમુ 8મી એપ્રિલને રવિવારે રાખવામાં આવ્યું હતું.માતા-પિતાએ પુત્રના સદગત આત્માની શાંતિ માટે પુત્રી તથા કુંટુંબ અને વિસ્તારની બાળાઓને દાન કર્યુ હતું .તે રાત્રે 10.15 કલાકે માતા જયોત્સના બહેનની તબિયત ફરીવાર લથડી હતી.માત્ર પાંચ મિનિટમાં હદયરોગના હુમલાને લીધે તેમનું મોત નિપજયું હતું.

જયોત્સના બહેનને સારવાર માટે હોસ્પિટલમાં થોડાક દિવસ રાખવામાં આવ્યાં હતા. ત્યારે કાલસરમાં રહેતા અને ડાકોરમાં ફેબ્રિકેશનનું કારખાનુ ચલાવનાર સૌથી નાનાભાઇ રમેશભાઇ શનાભાઇ પટેલ ચારથી પાંચવાર ખબર-અંતર પૂછવા આવ્યાં હતા.બહેનના મૃત્યુના સમાચાર જાણ્યા બાદ માત્ર અડધા કલાકમાં જ ભાઇએ પણ દેહ છોડી દીધો હતો.
Tags # Anand # Gujarat

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here