મોરબીના યુવાનોએ અનોખી રીતે વેલેન્ટાઈન ડે ઉજવ્યો.

0
191
Morbi's youth celebrated Valentine's Day in a unique way

બાળકોને જોય રાઈડ કરાવી, મોંઘા રેસ્ટોરન્ટમાં જમાડીને કરી પ્રેમની ઉજવણી.

Advertisement
Loading...

(GNS) મોરબી, પ્રેમના પર્વ એવા વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રેમીપંખીડાઓ રંગેચંગે ઉજવણી કરી રહ્યા હતા અને પ્રેમની મોસમ પુરબહારમાં ખીલી હોય ત્યારે મોરબીના યુવાનો પ્રેમના આ પર્વની અનોખી ઉજવણી કરીને સૌ કોઈને પ્રેરણા પૂરી પાડી છે. મોરબીના યુવાનોએ ગરીબ બાળકોને મોંઘીદાટ કારમાં સફર કરાવી હતી અને જોય રાઈડના અનોખા આયોજનમાં બાળકોએ ખુબ જલસા કર્યા હતા.

મોરબીના ક્રાંતિકારી વિચારો ધરાવતા યુવાનોની સંસ્થા એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બુધવારે વેલેન્ટાઈન ડેના દિવસે સંસ્થાએ જોય રાઈડનું આયોજન કર્યું હતું. જેમાં શહેરના પછાત વિસ્તારના ૨૦૦ થી વધુ બાળકોને બાળકોને ઓડી, મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી લક્ઝરી કારોમાં શહેરમાં ફેરવ્યા હતા. જે કારની આગળ પાઈલોટ કાર સાથે સફર કરાવી હતી. તેમજ મોંઘી હોટલમાં ભોજન કરાવ્યું હતું, જેથી બાળકોના ચહેરા પર માસુમ સ્મિત રેલાય ગયું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપની અનોખી પહેલ આવકારદાયક હોવાથી મહાનુભાવો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની કામગીરીને બિરદાવતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે, પછાત વર્ગના બાળકો વૈભવી વસ્તુઓથી પ્રભાવિત હોય છે અને આવા સુખ ના ભોગવી શકતા હોવાથી લઘુતાગ્રંથી અનુભવતા હોય છે. ત્યારે આ સંસ્થાએ બાળકોનું સ્વપ્ન સાકાર કરીને તેને કારમાં ઘૂમાવ્યા હતા. સાથે જ દરેક સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે તેવી પ્રેરણા આપીને અત્યંત પ્રસંશનીય કાર્ય કર્યું છે.

સંસ્થાએ કરેલી પહેલમાં મોરબીના ઉદ્યોગપતિઓ પણ હોશભેર જોડાયા હતા જેને પોતાની કાર અને સમય આપીને બાળકોને ખુશીઓ વહેંચી હતી. સંસ્થાના આ સદકાર્યમાં સહભાગી બનીને ઉદ્યોગપતિઓમાં પણ ખુશી જોવા મળી હતી અને જોય ઓફ ગીવિંગનો અહેસાસ ખૂબ જ સુંદર હોવાનું જણાવ્યું હતું. બાળકોને જોય રાઈડ માટે ઉદ્યોગપતિઓએ ખુશી ખુશી પોતાની મોંઘી કાર્સ આપી હતી અને બાળકોને આવી લક્ઝરી કારમાં સફર કરાવી બાદમાં શહેરના મોંઘા રેસ્ટોરન્ટમાં ભાવતા ભોજનીયા કરાવ્યા હતા. બાળકોને શહેરના વિવિધ માર્ગો પર જોય રાઈડની સવારી કરાવી હતી અને ગરીબ વર્ગના બાળકોએ આગળ પાઈલોટ કાર સાથે લક્ઝરી કારની સફરને માણી હતી. લક્ઝરી કારના કાફલાને પોલીસ લાલ લાઈટ અને સાયરન સાથે એસ્કોર્ટ આપી બાળકોને વીઆઈપી ફીલિંગ કરાવી હતી અને શહેરના રાજમાર્ગો પર બે કલાક સુધી બાળકોએ આ અદભુત સવારી કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here