કલોલમાં સરદાર પટેલની પ્રતિમાનું અપમાન, જુઓ શાનો પહેરાવાયો હાર?

0
201
Advertisement
Loading...

શહેરના શેરથામાં આવેલી સરદાર પટેલની પ્રતિમાનું અપમાન કર્યાની ઘટના સામે આવી છે. કેટલાક અજાણ્યા શખ્સોએ ટીખળ કરતાં બોટલ અને ઝાડના પાનનો હાર સરદારની પ્રતિમાને પહેરાવ્યો છે.

સરદાર પટેલનું અપમાન કરવાનો પ્રયત્ન કરનારા કસૂરવારોને ઝડપી લઈ સજા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી છે.

સરદાર પટેલના સ્વપ્નોને સાકાર કરવાના ધમપછાડા કરતાં નેતાઓ શું પ્રતિમાના અપમાન બદલ જવાબ આપશે તે મુદ્દે હલ ચકચાર જામી છે.

ઉલ્લેખનિય છે કે આ પ્રતિમાનું વર્ષ 1992માં અનાવરણ કરવામાં આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here