દલિતોને જમીન અપાવવા માટે મેવાણીએ અ.વાદના મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

0
175
To give land to the Dalits, the minister gave the application to the municipal commissioner
Advertisement
Loading...

(જી.એન.એસ) વડોદરા,વડોદરા પહોંચેલા અપક્ષ ધારાસભ્યએ દલિતોને જમીન આપવા બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર પહોંચી આવેદન આપ્યું હતું. ત્યારબાદ સતત બીજા દિવસે મેવાણી પોતાની માંગ જારી રાખી હતી અને દલિતોને જમીન અધિકાર અપાવવા માટે દલિત જન અધિકાર મંચના નેજા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પહોંચ્યા હતા. અહીં તેમણે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને આવેદન આપ્યું હતું.

વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગઈ કાલે મ્યુનિસિપલ કોર્પોરેશનના વડામથકે આવેદન આપવા આવવાના હોવાની વાત વહેતી થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એએમસીની ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. મીડિયાને ઓફિસની અંદર પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here