જાણો ગુજરાતમાં ક્યાં આવેલું છે દારૂ અને ગાંજાનું લાઈવ માર્કેટ ? જુઓ તસવીરોમાં

0
1318
Advertisement
Loading...

ગાંધી ના ગુજરાત માં ભારત આઝાદ થયું ત્યારથી લઈને આજ સુધી દારૂબંધી- નશાબંધી ની જાહેરાતો કાયદાઓ વગેરે વાંચતા અને સાંભળતા આવ્યા છીએ.

ગુજરાતની જનતા ને દારૂબંધીના નામે ઉંધા કાન પકડાવીને સરકાર પોતાના નેતાઓની તિજોરીઓ હપ્તાઓ લઇ લઈને ભરતી આવી છે. સામાન્ય નાગરિક કદાચ નશો કરેલી હાલતમાં પકડાય તો તેની પાસેથી પોલીસ ખુલ્લે આમ તોડ કરીને ગૃહ વિભાગ સુધી તેનો ભાગ પહોચાડે છે. પરંતુ શું આજ સુધી તમે ક્યાય વાચ્યું કે દારૂ વેચનાર પકડાયો? અને પકડાયો હશે તો એ બુટલેગરે હપ્તો આપવામાં આનાકાની કરી હશે.

આ ફોટોગ્રાફ્સ છે સુરતની ઉત્કલનગર રેલ્વે પાટા પરના, જ્યાં ગાંજો, ચરસ, દારૂ ખુલ્લેઆમ પોલીસ ખાતાની રહેમ નજર હેઠળ ચાલે છે. દારૂ, ગાંજો અહિયા શાક માર્કેટ માં શાકભાજી વેચાય એ રીતે વેચવામાં આવે છે.

પોલીસ ને પણ આ જગ્યા એ જતા ડર લાગે છે, સામે છેડે જુગારની ફેકટરીઓ ચાલે છે. મળતી વિગતો અનુસાર અહિયાં થી સુરતના અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ને ૬૫ લાખ સુધી ના હપ્તાઓ પહોચે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here