ઘણા નેતાઓ વેચાયા પણ મારા ખભે ક્યારેય કેસરિયો ખેસ નહીં હોયઃ વિક્રમ માડમ

0
144
Advertisement
Loading...

સૌરાષ્ટ્રના વધુ એક કદાવર નેતા કોંગ્રેસ પક્ષથી નારાજ હોવાની માહિતી મળી રહી છે. તાજેતરમાં ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં તેઓ કોંગ્રેસના કોઈ કાર્યકર સાથે વાત કરી રહ્યા છે. ઓડિયો ક્લિપમાં માડમને એવું કહેતા સાંભળવામાં આવે છે કે હાલમાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જોતા તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. સાથે જ તેઓ એવો પણ ઉલ્લેખ કરે છે કે તેઓ ભાજપ પાર્ટી સાથે જોડાશે નહીં. ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ જામનગરના વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

ઇન્ટરનેટ પર ફરી રહેલી ઓડિયો ક્લિપમાં એક કાર્યકર જ્યારે વિક્રમ માડમને ફોન કરે છે ત્યારે તેઓ કહે છે કે, “હું ભાજપમાં જવાનો નથી. અત્યારે જે પરિસ્થિતિ ઉભી થઈ છે તે જોતા કદાચ હું ગમે ત્યારે કોંગ્રેસ પાર્ટી છોડી દઈશ પરંતુ જિંદગીમાં ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં. હું રાજીનામું આપીને સાડા ચાર વર્ષ સુધો લોકોના કામ કરતો રહીશ. હું રાજીનામું નહીં આપું પરંતુ પ્રદેશ પ્રમખને હું જે સવાલો કરીશ તેના તેઓ જવાબ નહીં આપી શકે અને તેમણે મને પક્ષમાંથી કાઢવો પડશે.”

ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતાા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, “હજારો કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જતા હોય, અને જશે. વિક્રમ માડમના ખભે ક્યારેય કેસરિયા ખેસ નહીં હોય. અમારે અમારા કાર્યકરોને સાંભળવા પડે છે, તેમને જવાબ આપવા પડે છે. નેતાઓ માના પેટમાંથી પેદા નથી થતાં પરંતુ કાર્યકરો તેમને નેતા બનાવે છે. ઘણા નેતાઓ વેચાણા છે અને ઘણા નહીં વેચાય.

મારી નારાજગી કાર્યકરોને લઈને મારા પ્રમુખ સાથે છે. મેં તેમની સાથે વાત કરી છે અને હજી પણ વાત કરીશ. પક્ષ ફોરમમાં પ્રશ્નનોના જવાબ મળશે ત્યાં સુધી અમે ચર્ચા કરીશું. ભગતસિંહ મારા આદર્શ છે. તેઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા તો હું કોંગ્રેસના સાચા કાર્યકરોના પ્રશ્નો માટે પ્રદેશ પ્રમુખ સામે કેમ ન લડી શકું. ચર્ચાથી નિરાકણ આવશે, પરંતુ જો યોગ્ય નિકાલ નહીં આવે તો પાર્ટી છોડીને ઘરે બેસી જઈશ.(જી.એન.એસ)

Topics

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here