યુવકે થિયેટરમાંથી ફિલ્મ પદ્માવત ફેસબૂક પર રિલીઝ કરી દીધું ?જુઓ

0
490
Advertisement
Loading...

વિવાદાસ્પદ ફિલ્મ પદમાવત પર કરણી સેના દ્વારા ભારત ભરમાં વિરોધ કરવામાં અઆવ્યો હતો. ત્યારે ભારે વિવાદ વચ્ચે આજે અમુક રાજ્યમાં રીલીઝ કરી હતી.

ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ફિલ્મ પદ્માવત ન બતાવવાનો થિયેટર માલિકોએ નિર્ણય લીધો છે. બીજી તરફ આજે ભારતબંધના એલાન વચ્ચે અન્ય રાજ્યોમાં ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે.

ત્યારે અન્ય રાજ્યના એક યુવકે પોતાના ફેસબૂક પેજ પર થિયેટરમાંથી ફિલ્મ લાઇવ કરી દીધી હતી. આ ફિલ્મ લાઇવ કર્યાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ફેસબૂક પર એક કલાકથી પણ વધુ સમય સુધીનું મૂવી રિલીઝ કરાયું છે.

આ અંગેની વિગતો એવી છે કે, જાટો કા અડ્ડા નામનું ફેસબૂક એકાઉન્ટ છે, જેમાંથી આ વીડિયો લાઇવ કરી દેવાયો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 3.5 લાખ લોકોએ જોઇ લીધો છે.

ત્યારે આજે કોઈ ફેસબુક પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ફિલ્મ ફેસબુક પર લીક કરવામાં આવી હતી. આ ફિલ્મ ગેરકાયદેસર લીક કરવા બદલ પાયરસીનો ગુનો પણ દાખલ થઇ શકે છે.

પદમાવત મુવી એક અજાણ્યા શખ્સ દ્વારા ફેસબુક પેજ પર રીલીઝ કરવામાં આવ્યું છે. આ મુવીને 15000 થી વધારે લોકો એ શેર કર્યું છે અને વોટ્સઅપ દ્વારા પર લીંક કરવામાં આવી રહ્યું છે. આ મુવી ને ફેસબુક પર 18000 થી વધારે લાઇક મળી છે અને 3 મિલિયન Views પણ થઇ ગયા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here