નર્સ સાથે યુવકે બાથરૂમમાં બાંધ્યા સંબંધ, બનાવી સેક્સ ક્લિપ, પછી શું થયું?

0
5833
Advertisement
Loading...

શહેરની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી હોસ્પિટલ અને હોટલમાં પાંચ-પાંચ વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. યુવકે યુવતીની બીભત્સ ક્લિપ પણ ઉતારી હોવાની ફરિયાદ યુવતીએ કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મેંદરડા તાલુકાના સિમાંશી ગામનો વતની અને હાલ રાજકોટની સોમનાથ સોસાયટીમાં રહેતો રાજેશ ચુડાસમા ખાનગી હોસ્પિટલમાં ઓ.ટી. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.

ત્રણ વર્ષ પહેલા તે 26 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)ના પરિચયમાં આવ્યો હતો અને પછી બંને વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી.

તેમજ આ મિત્રતા પ્રેમમાં પરિણમતા રાકેશે પ્રિયાને લગ્ન કરવાની લાલચ આપી હતી અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. રાકેશે પ્રિયા સાથે પ્રિયા જ્યાં નોકરી કરતી હતી તે હોસ્પિટલના બાથરૂમમાં સંબંધ બાંધ્યા હતા અને અહીં તેના બીભત્સ ફોટા પાડી લીધા હતા.

આ પછી રાકેશે તેની હોસ્પિટલ અને હોટલમાં લઈ જઈને પણ પ્રિયાને ભોગવી હતી. આ સમય દરમિયાન રાકેશે પ્રિયાને પોતે ડિવોર્સ લીધા હોવાનું તેમજ તેના માતા હાઇસ્કૂલમાં ટિચર હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેના પિતા સરકારી કર્મચારી હોવાની ખોટી વાત પણ કરી હતી.

રાકેશે બે વર્ષ પહેલા પોતાના મોબાઈલમાં યુવતીના ફોટા પાડી બીભત્સ વિડીયો ક્લીપ બનાવી હતી. આ વિડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રાજેશે યુવતીને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન આરોપીએ મોરબી રોડ પાસે આવેલી ખાનગી હોટલ તેમજ પોતે નોકરી કરે છે તે હોસ્પિટલમાં અને યુવતી નોકરી કરે છે એ હોસ્પિટલમાં પણ 4 થી 5 વખત બળાત્કાર ગુજાર્યો હતો.

યુવતીએ આ હવસખોર બ્લેકમેઈલરથી છૂટકારો મેળવવા પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી. પરિવારનો સહકાર મળતા યુવતીએ ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં આ બનાવ વિશેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવ સંદર્ભે તાત્કાલિક ધોરણે આ નરાધમ પરણિત બ્લેકમેલરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here