પતિએ બાજુમાં સૂતેલી પત્નીના ગળે ફેરવી દીધું ચપ્પુ, જાણો પછી શું થયું?

0
482
Advertisement
Loading...

બાયડના હમીરપુરમાં પતિએ બાજુમાં સૂતેલી પત્નીના ગળે ચપ્પુ મારીને હત્યા કરી નાંખતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાના સમાચાર મળતાં પરિણીતાનો પરિવાર ઉશ્કેરાઇ ગયો હતો અને જમાઇના ઘર પર હુમલો કરી દીધો હતો. હાલ પોલીસે યુવકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, હમીરપુરમાં રહેતું દંપતી રાતે ઘરના ફળિયામાં સૂતું હતું. પત્ની સૂઇ ગયા પછી યુવકે મોડી રાતે પત્નીના ગળે ચપ્પુ મારીને હત્યા કરી નાંખી હતી. તેમજ આ પછી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાને કારણે યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા. તેમજ તેમણે જમાઇના ઘરે હુમલો કરી દીધો હતો. પરિણીતાના પરિવારજનોએ જમાઇની ગાડી અને ઘર પર પથ્થરમારો કર્યો હતો.

ત્યારે આ ઘટના પછી સાસરીવાળા ગામ છોડીને ભાગી ગયા છે.

હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચીની વધુ તપાસ કરી રહી છે. આ ઘટના બનતાં ગામ લોકો મોટી સંખ્યામાં યુવકના ઘર પર ઉમટી પડ્યા હતા.

પોલીસે આરોપી પતિની અટકયાત કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, હત્યાનું કારણ હજુ અકબંધ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here