Advertisement

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ખાતે 66મો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિના હસ્તે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં 259 જેટલા ગોલ્ડ મેડલ અપાયા હતા.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું કે બરોડા સ્ટેટના રાજવી સયાજીરાવની દીર્ઘ દ્રષ્ટીને હું નમન કરુ છું. સયાજીરાવ દુરેદશી રાજવી હતા. બાબા સાહેબ આંબેડકરને જે ઉંચાઈ મળી તેનો સંપૂર્ણ શ્રેય વડોદરાના રાજવી પરિવારને જાય છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓને શિક્ષાની દીક્ષા લેવા માટે સંકલ્પબંદ્ધ બનો તેવી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here