ફી નિર્ધારણ મુદ્દે રૂપાણી સરકાર ની વાલીઓને લોલીપોપ.

0
161
Lollipop to the guardians of the Rupani government on fee fixation issue

ચૂંટણી પતી ગઇ હવે ભલેને સાડા છ કરોડ ગુજરાતીઓ ફી નિર્ધારણની ભૂલભૂલામણીમાં અટવાયા જ કરે.

બાપુની તલવાર લાકડાની નીકળીપફી નિર્ધારણ મુદ્દે રૂપાણી સરકારનું શિર્ષાસન….

Advertisement
Loading...

ગુજરાત સરકાર અને એના શિક્ષણ ખાતા માટે એક વાત તો કહેવી પડે કે એ ખોટું કરે એ પણ ડંકાની ચોટ પર, જરાયે છૂપાવ્યા, વિના છાપામાં પા પાનાની જાહેરાત છપાઈને કરે છે. સાચું ના લાગતું હોય, તો મહિલા દિવસના છાપા જોઈ લો. ફી નિયમન કાયદાના અમલીકરણ અંગે સૂચનાઓની જાહેરાત વિજ્ઞપ્તિમાં સરકારે બ્લેક એન્ડ વ્હાઈટમાં ગુજરાતની પ્રજાને હવે કહ્યું છે કે, શાળામાં ૧૫,૦૦૦, ૨૫,૦૦૦ અને ૩૦,૦૦૦ની મુક્તિ મર્યાદા (એટલે શું?) એ માત્ર કટ ઓફ લિમિટ છે. લઘુત્તમ કે મહત્તમ ધોરણ નથી.

લો કર લો બાત, ચુંટણી પહેલા ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા બાપુએ મોટે ઉપાડે જાહેરાત કરી, કે વાલીઓને શિક્ષણ સંચાલકોની ઉઘાડી લૂટથી બચાવવા સરકાર નવો કાયદો લાવે છે અને નવો કાયદો અમલમાં આવતા શાળાઓ જે લાખોમાં ફી લે છે, તે હવે વધુમાં વધુ ફી પ્રાથમિકમાં ૧૫,૦૦૦, માધ્યમિકમાં ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં ૨૭,૦૦૦ જ લઇ શકશે.

બાપુએ સરકારી પ્રેસનોટમાં, પ્રેસ કોન્ફરન્સમાં અને એકથી વધુ વાર જાહેરમાં અને મીડિયામાં આ વાત શુદ્ધ ગુજરાતીમાં કહી હતી અને અમે પત્રકારો અને પ્રજા એમ જ સમજ્યા હતા. પ્રજા બિચારી ખુશ હતી કે એક ક્રાંતિકારી શિક્ષણ મંત્રી પહેલી વાર ગુજરાતને મળ્યો છે. જેણે ગરીબો માટે તલવાર ખેંચી છે, ભલે એમાં અહિંસક ગુજરાતમાં શિક્ષણ માફિયાઓ વધેરાઈ જતા.ગરીબોના હિતમાં એટલી હિંસા તો પોરબંદરવાળા ઓરીજીનલ બાપુ પણ માફ કરે.

પણ આ જાહેરખબરે જાહેરમાં શીર્ષાસન કરીને બેશરમીથી બતાવ્યું કે, બાપુની તલવાર લાકડાની હતી. ફી મર્યાદાની ચુનાવી જાહેરાત મોદીના ૧૫ લાખની જેમ એક ચુનાવી જુમલો જ હતો. આ જાહેરાતે ફરી એક વખત જાહેર કર્યું કે,ગુજરાતનું શિક્ષણ ખાતું ગાંધીનગરમાં બેઠેલા કોઈ મંત્રી નહિ, પણ શાળા સંચાલક બની બેઠેલા શિક્ષણ માફિયાઓ ચલાવે છે.

જો સરકારની નિયત સાફ હોય,તો ફી નિયમનનો નિયમ એક લાઈનમાં બનાવી, કોઈની શેહમાં આવ્યા વિના કડકાઈથી એનો અમલ કરે. એના બદલે બેશરમીથી પ્રજાના બીજા લાખો રૂપિયા વેડફી છાપાઓમાં ૧૩ મુદ્દાની સરકારી જાહેરાત સામાન્ય માણસને ના સમજાય એવી સરકારી ભાષામાં છપાવી ચોળીને એટલું ચીકણું કરે છે કે, સાડા છ કરોડ ગુજરાતીઓ એ લપસણી ભૂલભૂલામણીમાં અટવાયા જ કરે.ગુજરાતની શાળાઓના ફી નિર્ધારણ મામલે ચૂંટણી પૂરી થયાને હજી ૧૦૦ દિવસ પણ પૂરા નથી થયા ને સરકારે શિર્ષાસન કર્યું છે. કમનસીબે મહિલા દિને જ સરકારે વાલીઓમાની ૫૦ ટકા મહિલાઓ સાથે ક્રૂર મઝાક કરી છે. (GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here