રાજકોટના કોર્પોરેટરે સગા ભાઈને કહ્યું, ‘ભાડાની રકમ ન હોય તો તારી ઘરવાળીને મારી પાસે ……?

0
683
Advertisement
Loading...

રાજકોટના સામાકાંઠાના ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ અનેક વખત વિવાદમાં ફસાઈ ચૂક્યા છે. ત્યારે હવે તેમના સગ્ગા ભાઈ સાથે ભાડાની રકમ બાબતે થયેલી બિભત્સ બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં અનિલ રાઠોડ તેના ભાઈને ધમકી આપતા કહ્યું હતું કે, તારી પાસે ભાડાની રકમ ન હોય તો તારી ઘરવાળીને બે દિવસ મારી પાસે સુવા મોકલ તો મારે ભાડું નથી જોઈતું.

આ અંગે અનિલના ભાઈએ આક્ષેપ કર્યા છે કે અનિલ આવી રીતે અનેક વખત ધમકી આપી ચૂક્યો છે તેથી પોલીસ કમિશનરને રજૂઆત કરીશ. સામાકાંઠાના ભાજપના કોર્પોરેટર અનિલ રાઠોડ અનેક મારામારી અને ગેરકાયદેસર બાંધકામ સહિતના મુદ્દે માથાકૂટમાં નામ સામે આવ્યું છે. પરંતુ હવે સગ્ગા ભાઈને ન કહેવાના શબ્દો કહેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અનિલ રાઠોડ તેના જ મોટાભાઈ દિનેશ રાઠોડને બિભત્સ શબ્દો કહતો હતો. ભાડાની ઉઘરાણી કરતા અનિલે કહ્યું હતું કે, તારી પાસે ભાડાની રકમ ન હોય તો તારી ઘરવાળીને બે દિવસ મારી પાસે સુવા મોકલી દે, ભાડું ન હોય તો ચાલશે.

આ અંગે દિનેશ રાઠોડે જણાવ્યું હતું કે, અનિલ આવી રીતે અનેક વખત ધમકી આપી ચૂક્યો છે. ખોટી રીતે હેરાન પરેશાન કરે છે. આ અંગે પોલિસ કમિશનરને રજૂઆત કરવા માટે સમય માંગ્યો છે. કમિશનર સમય આપશે ત્યારે તેમની સામે અન્ય વીડિયો અને ઓડીયો ક્લિપ રજૂ કરીશ.

આ અંગે અનિલ રાઠોડનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, આ વીડિયો ખૂબ જૂનો છે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા માટે વિરોધીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. વીડિયોના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here