હાર્દિક પટેલ અને રાહુલ ગાંધી વચ્ચે થશે મુલાકાત જાણો ક્યા મુદા પર બંને વચ્ચે થશે ચર્ચા

0
245
Advertisement
Loading...

અમદાવાદ: વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યા છે ત્યારે હવે પાટીદાર નેતા હાર્દિક પટેલે રાષ્ટ્રીય કક્ષાએ રાજનીતિમાં ઝંપલાવવા માટે ઈચ્છુક બન્યો છે. આગામી સપ્તાહમાં હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બંધ બારણે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. હાર્દિક પટેલે રાહુલ ગાંધીને મળવા માટે સમય પણ માંગ્યો છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી પણ વધારે સમયથી હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન ચલાવી રહ્યો છે. હાર્દિક પટેલ પણ હવે અનામત આંદોલનકારી નહીં પણ રાજકારણી બનવા તત્પર છે. હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે, પરિણામે તે રાહુલ ગાંધીને મળવા માંગે છે. જો કોંગ્રેસ ટિકિટ આપે તો, આગામી લોકસભાની ચૂંટણી તે લડી તેવી શક્યાતઓ છે.

ઉલ્લેખયની છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે હાર્દિક પટેલ રાહુલ ગાંધીને બંધ બારણે મળ્યો હતો જેના કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. જ્યારે અગાઉ હાર્દિક પટેલે કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ નહીં જોકે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવના માટે તત્પર બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી વખતે પણ પાસના કેટલાંક હોદ્દેદારોને ટિકિટ અપાવીને ધારાસભ્ય બનાવ્યા છે. હવે તે ખુદ પણ સાંસદ સભ્ય બનવા ઈચ્છુક છે કે પછી અન્ય પાટીદારોને ટિકીટ અપાવવા લોબિંગ કરી રહ્યો છે તે સમય જ કહેશે.

કોંગ્રેસ પણ એક પાટીદાર યુવા આંદોલનકારીને ટિકીટ આપીને રાષ્ટ્રીય કક્ષાની રાજનીતિમાં પ્રવેશ અપાવી નવા સમીકરણને અંજામ આપવાની ગણતરીમાં છે. વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરતાં આ વખતે ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો ભાજપ જીતી શકે તેમ નથી.

પરિણામે લોકસભાની 10 બેઠકો કોંગ્રેસને ફાળે જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. તે જોતાં લોકસભાની ટિકીટ મેળવવા પણ અત્યારથી લોબિંગ થઈ રહ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here