રૂપાણી સરકાર કેજરીવાલની સરકારની જેમ શિક્ષણ ક્ષેત્રે પગલા લઇ શકશે ખરી?

0
225
Like the government of Kejriwal, can the Rupani government take steps in education
Advertisement
Loading...

(જી.એન.એસ.) બંધારણમાં મફત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ તે અધિકારનો અમલ કરવામાં સરકાર કેટલી સફળ છે. દેશના ગરીબ-મજૂર મધ્યમવર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આજે ભણતર એટલું મોંઘુ થઇ ગયું છે કે આવા તેજસ્વી યુવાધનનું ભાવી અંધકારમય બની ગયું છે. અને આ બધું સ્પષ્ટ જણાય છે છતાં કોઈ રાજ્યની સરકારો યુવાવર્ગને મફત શિક્ષણ મળી રહે તે માટેના કોઈ ઠોસ પગલા ભરતી નથી.

દેશભરના અનેક રાજ્યોમાં શિક્ષણ આપવાની શાળાઓ છે. પણ અનેક ક્લાસ ખુલ્લામાં ચલાવવામાં આવે છે. વૃક્ષના છાંયડે કે મેદાનમાં ભણાવવામાં આવે છે. તો અનેક શાળામાં પુરતા ઓરડા નથી તો અનેક ક્લાસના શિક્ષકો નથી. અને વિવિધ રાજ્યની સરકારો શિક્ષણ બાબતે અભિયાનો ચલાવે છે. દીકરીને શિક્ષણ, સમાજનું કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે જેવા વિવિધ કાર્યક્રમો ચલાવે છે. પરંતુ બંધારણમાં આપેલ મફત શિક્ષણના અધિકાર અનુસંધાને દેશભરમાં મફત શિક્ષણ આપતી સરકારી કે અર્ધસરકારી શાળા-કોલેજો કેટલી? જે પ્રમાણમાં જરૂર છે તેટલી શાળાઓ જ નથી તે એક હકીકત છે.

હા દેશભરમાં શિક્ષણને વેપાર બનાવી દેવાયો છે. તેમાં પણ બેફામ વિવિધ બહાને ફી વસુલવામાં આવે છે. શાળાએ દફતર લઈને જતા બાળકની દશા જુઓ તો દફતરનું વજન પણ બેહદ હોય છે. જે અનેક સ્થળે જોવા મળે છે. તો બીજી તરફ લોકોની માનસિકતા પણ ખાનગી શાળા એટલે સારું એજ્યુકેશન તેવી થઈ ગઈ છે.

બીજી તરફ દેશભરના શિક્ષણ વેપારને, સરકારને અને ખાનગી શિક્ષણના હિમાયતીઓને એકમાત્ર દિલ્હી રાજ્યની કેજરીવાલ સરકારે દેશભરની સરકારોને રાહ બતાવી દીધો છે. દિલ્હી રાજ્ય સરકારે ૪૮૯ જેટલી ખાનગી શાળાઓને પોતાના હસ્તક લઇ લીધી ઉપરાંત જે સરકારી- અર્ધસરકારી શાળાઓ હતી તે તમામનું ડેવલપ કર્યું તો નવી ૪૦ જેટલી શાળા ઉભી કરી શિક્ષણનું સ્તર સુધારી ટોપ લેવલે આ તમામ સરકારી શાળાઓને લાવી દીધી અને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતા ખાનગી શાળાઓને વિદ્યાર્થી મેળવવા ફાંફા મારવા પડે તેવી સ્થિતિ ઉભી કરી દીધી. સરકાર પોતે ત્યાના શિક્ષણમાં કોઈપણ પ્રકારનો ચંચુપાત નથી કરતી કે સરકારી કોઈ કાર્યક્રમમાં કોઈ પણ શિક્ષકો કે વિધાર્થીઓનો ઉપયોગ કરતી નથી. તો શિક્ષકો માટે સારા શિક્ષણ અને સારા પરિણામ લાવવાની જવાબદારી નાખી દેવામાં આવી જેનું પરિણામ પણ સરસ આવ્યું છે.

બિહાર,ઓડીશા ,યુપી,મ.પ્રદેશમાં આજે પણ અનેક ગામમાં શાળાઓ મેદાનમાં કે ઝાડ નીચે ચલાવાય છે. તો અનેક શાળામાં ઓરડા જ નથી. એ તો ઠીક ગુજરાતમાં અનેક શાળાઓમાં ઓરડાની ઘટ છે. તો અનેક શાળા જર્જરિત છે. અનેકમાં કુદરતી હાજતનો અભાવ છે તો અનેકમાં પીવાના પાણીની સગવડ નથી. તો સરકારે પણ અનેક સરકારી શાળા કે કોલેજો ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓને સોંપી દીધી છે. તો અનેક નવી ખાનગી શાળાઓને મંજૂરી આપીને શિક્ષણનું ખાનગીકરણ થવા દીધું છે.

કોઈ પણ શાળામાં જાવ તો સુવિધાઓ નહીવત છે કે નથી. વિધાર્થીઓના શારીરિક વિકાસ માટે મેદાનો જ નથી કે રહેવા દેવાયા નથી. પરિણામે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત નબળું પડ્યું છે. શાળાઓની ફી બાબતે મનમાની ચાલે છે. સરકાર કશું કરી શકતી નથી કે કરવા માટેની ઈચ્છા શક્તિ નથી. સરકારી કે અર્ધ સરકારી શાળાના ૩જા કે ૪થા ધોરણમાં ભણતા વિધાર્થીને વાંચતા નથી આવડતું તેનો અર્થ શું સમજવાનો.?

ટૂંકમાં સરકાર દિલ્હી રાજ્ય સરકારની જેમ ખાનગી શાળાઓ પોતાને હસ્તક લઇ લે. અને સમગ્ર શિક્ષણ જગતમાં સરકારી ચંચુપાત બંધ કરી સારા શિક્ષણ અને સારા પરિણામની જવાબદારી શિક્ષકો અને શિક્ષણવિદો ઉપર નાખી દેવામાં આવે તે સાથે કોઈપણ રાજકારણી અધિકારીઓ કે સરકારી નોકરીયાતના બાળકોને સરકારી શાળામાંજ પ્રવેશ ફરજીયાત કરી દેવામાં આવે તો ભવિષ્યના નાગરિક બનનાર યુવાધનનું ભાવી ઉજ્વળ બની રહે તે નિશ્ચિંત છે. પણ આ બધું કરવા રાજકીય ઈચ્છાશક્તિ પ્રબળ હોવી જરૂરી છે જે કેજરીવાલ સરકારની જેમ રૂપાણીની સરકાર કરી શકશે ખરી? એ મોટો સવાલ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here