સવારથી અત્યાર સુધીમાં ભૂકંપના 6 આંચકા આવતાં લોકોમાં ફફડાટ ? જાણો ગુજરાતમાં ક્યા

0
165
Advertisement
Loading...

કચ્છમાં વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં ભૂકંપના છ-છ આંચકા આવતાં લોકો ભયભીત થઈ ગયા છે. આ સવારે આવેલો આંચકો અંજાર, ગાંધીધામ,રાપર,ભચાઉમાં ભૂકંપનો તેજ આંચકો મહેસૂસ થયો હતો. ભૂકંપના ઝટકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી.

સવારે 4:03 એ એક ભૂકંપનો આંચકો નોંધાયો, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7 હતી. બીજો 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો 4:06 એ નોંધાયો. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિ.મી દૂર ESE બાજુએ હતું. ભૂકંપના આંચકાથી ભયભીત થઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

કચ્છમાં ભૂકંપના આંચકાઓ હજુ સુધી યથાવત છે. સવારના 4 વાગ્યાથી અત્યાર સુધી 6 ભૂકંપના આંચકા નોંધાયા છે. તમામ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીકનું છે. બપોરે 12:16એ 3.1નો ભૂકંપનો આંચકો અનુભવાયો, તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 10 km દૂર NNE બાજુએ હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here