બિટકોઈન કેસ : ભાગેડુ નલિન કોટડિયાની મુંબઈથી ધરપકડ

0
70
Advertisement
Loading...

બિટકોઈન તોડ મામલે ક્રાઈમબ્રાંચને આખરે મોટી સફળતા મળી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસ સાથે સંતાકૂકડી રમતા અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની આખરે ધરપકડ કરવામાં સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બિટકોઈન તોડ મામલે ગુજરાત ક્રાઈમ બ્રાંન્ચે અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરી છે. ક્રાઈ બ્રાંન્ચે મુંબઈના ધુલિયાથી નલિન કોટડિયાની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાએ સમયથી બિટકોઈન કેસ મામલે નલિન કોટડિયા અને પોલીસ વચ્ચે સંતાકુકડી ચાલતી હતી.

ઉલ્લેખનીય છે કે, બિટકોઈન તોડ મામલે નલિન કોટડિયાની સંડોવણીને લઈ તપાસ તેજ ચાલી રહી હતી. કરોડોના બિટકોઈન કૌભાંડ મામલે નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સમન્સ મોકલવા છતાં સતત ગેરહાજર રહેતા કોટડિયાને ઝડપી લેવા માટે ઝ્રૈંડ્ઢ ક્રાઈમે કોર્ટમાંથી ઝ્રઇઁઝ્ર ૭૦ મુજબનું વોરંટ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેથી સીટી સિવિલ અને સેશન્સ કોર્ટે નલિન કોટડિયા સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું છે. આ નોટિસ અને વોરંન્ટ અંગે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં ઉપરાંત દેશભરના એરપોર્ટ પર જાહેર કરવામાં આવી હતી.

અમરેલીના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની કરોડો રૃપિયાના બીટકોઈન કૌભાંડમાં સંડોવણી સામે આવી હતી.બિટકોઈનમાં પતાવટની ભૂમિકામાં હતા નલીન કોટડિયા. તેમના પર રૃ.૬૬ લાખ લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કહેવાય છે કે, ફરિયાદીને ગૃહ મંત્રીને મળવા માટે લઈ ગયા હતા કોટડિયા. ગૃહમંત્રીને મળાવવાને બદલે ફરિયાદીને પતાવટ માટે કહ્યું. આ સિવાય આરોપી જગદીશ પટેલ સાથે પણ કોટડિયા હતા સંપર્કમાં. આરોપી પોલીસ કર્મીઓ બીટકોઈન વટાવવા ગયા હતા મુંબઈ. હવે મુંબઈ સ્થિત કોટડિયાનો ભત્રીજો પણ છે શંકાના દાયરામાં. જગદીશ પટેલની ધરપકડ બાદ નલિન કોટડિયા ભૂગર્ભમાં જતા રહ્યા હતા. છેલ્લા અઢી મહિના જેટલા સમયથી હતા ફરાર.

આખરે આજે ધરપકડ થઈ છે. સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી ૫ કરોડ રૃપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત ૧૧ ફેબ્રુ.એ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું.

ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૃ. ૧૨ કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૃ. ૫૦ કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૃ. ૩૨ કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here