૩૧ જાન્યુઆરીએ રાજ્યપાલ સાથે ક્યા મુદા પર થશે ચર્ચા ? જાણો

0
265
Advertisement
Loading...

ગુજરાતમાં સતત કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને રાખીને હાર્દિક પટેલ તથા પાસનાં પ્રતિનિધિમંડળેરાજ્યપાલ સાથે મુલાકાત કરવાં માટે સમય માંગ્યો હતો. હાર્દિક પટેલની આ વિનંતીને મંજુર રાખવામાં આવી છે. તારીખ ૩૧ જાન્યુઆરીનાં રોજ હાર્દિક પટેલ અને રાજ્યપાલ ઓ.પી કોહલી વચ્ચે બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિનાં કારણે હાર્દિક પટેલે રાજ્યપાલ ઓ.પી કોહલીને મુલાકાતનો સમય માંગ્યો હતો.

પાસ કન્વિનર હાર્દિક પટેલે રાજ્યપાલ સાથે મુલાકાત કરવાં માટે પત્ર લખ્યો હતો તેના અનુસંધાનમાં રાજ્યપાલ દ્વારા હાર્દિક પટેલને મુલાકાત માટે તારીખ ૩૧ જાન્યુઆરી ફાળવવામાં આવી છે. ૩૧ જાન્યુઆરીના રોજ હાર્દિક પટેલ તેમજ પાસનું પ્રતિનિધિ મંડળ રાજ્યપાલને મળશે તેમજ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિષે માહિતગાર કરશે. આ પ્રતિનિધિ મંડળમાં દિલીપ સાબવા, અલ્પેશ કથીરિયા, અતુલ પટેલ, મનોજ પનારા, જીતુ પટેલ, હર્ષદ પટેલ, પ્રશાંત પટેલ તેમજ પાસનાં અન્ય આગેવાનોનો સમાવેશ થાય છે.

ઉલેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલે ગુજરાતના રાજ્યપાલને પત્ર લખ્યો છે. હાર્દિકે રાજ્યપાલ ઓ.પી. કોહલીને પત્ર લખીને ગુજરાતની હાલની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે મુલાકાત માટે સમય માંગ્યો છે.

મળતી માહિતી મુજબ, હાર્દિકે પત્રમાં પોતાની સાથે અન્ય 21 પાસ કન્વીનારો સાથે મુલાકાત કરવા માટે અનુમતિ માંગતો પત્ર લખ્યો છે. પત્રમાં તેને ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ સમાજમાં પરિવર્તન જરૂરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here