જેને કારણે આખું ભારત સળગ્યું છે SC/ST એક્ટનો મામલો શું છે તે જાણો

0
277
Advertisement
Loading...

SC/ST એક્ટમાં સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ બદલાવની વિરુદ્ધ દેશભરમાં દલિત સંગઠનોએ બંધની જાહેરાત કરી છે. હાલ આ આંદોલન ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ વચ્ચે જ કેન્દ્ર સરકાર પુર્નવિચાર અરજી દાખલ કરશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે 20 માર્ચના રોજ મહારાષ્ટ્રના એક મામલાને લઈને SC/ST એક્ટમાં નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. જાણી લો શું હતી આ ગાઈડલાઈન.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અધિનિયમ 1989ના દુરુપયોગ પર રોક લગાવવા માટે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. તેમાં કહેવાયું હતું કે, SC/ST એક્ટ અંતર્ગત એફઆઈઆર ફાઈલ થયા બાદ આરોપીઓની તત્કાલ ધરપકડ નહિ થાય. તે પહેલા આરોપોની ડીએસપી સ્તરના અધિકારી તપાસ કરશે. જો આરોપ સાચા હશે તો જ આગળ કાર્યવાહી થશે.

સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એ.કે.ગોયલ અને યુ.યુ. લલિની બેન્ચે ગાઈડલાઈન જાહેર કરતા કહ્યું કે, સંસદે આ કાયદો બનાવવાના સમયે આ વિચાર નહિ આવ્યો હોય કે અધિનિયમનો દુરુપયોગ પણ થઈ શકે છે. દેશભરમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં અધિનિયમનો દુરુપયોગ થયો છે.

નવી ગાઈલલાઈનમાંસરકારી કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. જો કોઈ સરકારી કર્મચારી અધિનિયમનો દુરુપયોગ કરે છે, તો તેની ધરપકડ માટે વિભાગીય અધિકારીની પરમિશનની જરૂર હશે. જો કોઈ સરકારી અધિકારી આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરે છે, તો તેને વિભાગીય કાર્યવાહી સાથે કોર્ટની અવમાનનાની કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે. સામાન્ય નાગરિકોની ધરપકડ પણ જિલ્લાના વરિષ્ઠ પોલીસ એસએસપીના લેખિત આદેશ બાદ જ થશે.

આ ઉપરાંત બેન્ચે દેશની તમામ નીચલી અદાલતોના મેજસ્ટ્રેટને પણ ગાઈડલાઈન અપનાવવા કહ્યું છે. તેમાં SC/ST એક્ટ અંતર્ગત આરોપીની અગ્રિમ જમાનત પર મેજિસ્ટ્રેટ વિચાર કરશે અને પોતાના વિવેકથી જમાનત મંજૂર કે નામંજૂર કરશે.

આ મામલાની તપાસ અત્યાર સુધી ઈનસ્પેક્ટર રેન્કના પોલીસ અધિકારી કરતા હતા, પરંતુ નવી ગાઈડલાઈન અંતર્ગત તપાસ વરિષ્ઠ પોલીસ અધિકારી અંતર્ગત થશે. ઉલ્લેખનીય છે કે, આવા મામલાઓમાં કોર્ટ અગ્રિમ જમાનત આપતી ન હતી. નિયમિત જમાનત માત્ર હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતી હતી. પરંતુ હવે કોર્ટ તેમાં સુનવણી બાદ નિર્ણય કરશે. એનસીઆરબી 2016ની રિપોર્ટ અનુસાર, દેશભરમાં જાતિસૂચક ગાળાગાળીના 11,060 ફરિયાદો સામે આવી હતી. તેમાં નોંધાયેલી 935 ફરિયાદો ખોટી સાબિત થઈ હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here