નરેશ પટેલના પુત્રના ‘શાહી’ મેરેજ: નરેશ પટેલ કોનીસાથે ઝૂમી ઉઠ્યા, જુઓ તસવીરો

0
892
Advertisement
Loading...

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજના ઉદયપુરના સીસારમાં આવેલા ફતેહગઢ પેલેસમાં લગ્ન યોજાયા હતા. હાલ નરેશ પટેલ સહિત પરિવારજનો ઉદયપુરમાં હતાં

શિવરાજના લગ્ન ધોરાજીના ડો.કિશોરભાઇ કાનજીભાઇ વૈષ્ણવની પુત્રી ચાર્વી સાથે થયા હતાં. ત્યારે પુત્રના લગ્નમાં નરેશ પટેલે પત્ની સાથે ડાન્સ કર્યો હતો.

શિવરાજ અને ચાર્વીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. લગ્નને લઈને ફતેહગઢ પેલેસના પ્રાંગણમાં લગ્નસ્થળને શણગારવામાં આવ્યો હતો. તેમજ શિવરાજનો વરઘોડો વિન્ટેજ કારમાં નીકળ્યો હતો.

શિવરાજ અને ચાર્વી પ્રભૂતામાં પગલા પાડ્યા બાદ આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ રાજકોટમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.

જેમાં સમાજના આગેવાનો સહિત રાજકીય હસ્તીઓ પણ હાજર રહેશે. નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન છે. ચાર્વીના પિતા કિશોરભાઇ ફિઝીયોથેરાપી ડોક્ટર છે.

ઉદેયપુરના ફેતેહગઢ પેલેસના પ્રાંગણમાં શિવરાજ અને ચાર્વી લગ્નગ્રંથીથી જોડાયા હતાં જ્યાં ખાસ મહેમાનોને બોલાવવામાં આવ્યા હતાં.

લગ્નને લઈને ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે નરેશ પટેલ તેમની પત્ની સાથે ઝૂમ્યા હતાં જ્યારે વિન્ટેજ કારમાં વરઘોડો નિકળ્યો હતો.

ચાર્વી અને શિવરાજના લગ્નની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો જોતાં એવું લાગી રહ્યું છે કે શિવરાજના લગ્ન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here