પાટીદાર અનામત આંદોલન બાદ ફરી એક વાર કામરેજ હાઇવે જામ કરશે સુરતીલાલાઓ

0
231
Advertisement
Loading...

આજથી સવા બે વર્ષ પહેલા પાટીદાર અનામત અંદોલન દરમ્યાન સુરત નજીક થી કામરેજ થી પસાર થતો NH-8 જામ કરવા માં આવ્યો હતો. આ હાઇવે અમદાવાદ અને મુંબઈ સાથે સુરત ને જોડે છે.

આ હાઇવેનો ઉપયોગ સુરત થી સૌરાષ્ટ્ર જતી તમામ બસ કરે છે, રાત્રે ૯ વાગ્યા બાદ કામરેજ ચાર રસ્તા નજીક આ તમામ બસો પોતાની મુસાફરી શરુ કરતી હોય છે. સ્થાનિક ઇંધણ પંપ પર ઇંધણ લઈને રવાના થતી બસો ના ખરાબ ડ્રાઈવિંગ અને પોલીસ તંત્ર ની ઢીલી નીતિને કારણે કામરેજ ના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.

અમારા પ્રતિનિધિ રમેશ ભાદાણી પાસેથી મળેલી માહિતી મુજબ સ્થાનિક રહીશો એ એક મીટીંગ બોલાવી હતી અને તંત્ર ને એક આવેદન પાત્ર પાઠવ્યું હતું કે, તારીખ ૮ ફેબ્રુઅરી સુધી જો આ સમસ્યાનો નીવેડૉ નહિ આવે તો ઉપવાસ અને ચક્કાજામ કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here