કચ્છમાં એરફોર્સનું જગુઆર વિમાન ક્રેશ,પાયલનું મોત

0
119
Advertisement
Loading...

ભુજઃ આજે જામનગરથી ઉડાન ભરીને કચ્છ તરફ ગયેલા વાયુસેનાનું જગુઆર ફાઇટર વિમાન દૂર્ધટનાગ્રસ્ત થયું હતું. પ્લેન ક્રેશ થયું તેમાં પાયલોટ સંજય ચૌહાણ શહીદ થયા હતા. મુંદ્રાના બેરાજા ગામના ગૌચરમાં વિમાન તૂટી પડતાં પાંચ ગાયોના મોત નિપજ્યા હતા.

એર કમાન્ડર સંજય ચૌહાણ પોતાની રોજિંદી ટ્રેઈનિંગના ભાગરૂપે જામનગરથી ઉડાન ભરી હતી. જગુઆર ફાયટર પ્લેનમાં સવાર એર કમાન્ડર શહીદ થયા હતા. દૂર્ઘટનાને પગલે એરફોર્સે કોર્ટ ઓફ ઈન્કવારીના આદેશ આપી દીધા છે.

બેરાજાની સીમમાં એરફોર્સનું વિમાન તૂટી પડ્યાની ઘટનાની જાણ થતાં જામનગર એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે જવા રવાના થયા હતા. વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું ત્યારે ગૌચરમાં ગાયો ચરી રહી હતી.

સવારે સાડા દસ વાગ્યે દૂર્ઘટના થઈ હતી. બેરાજા નજીક હનુમાન ટેકરી વિસ્તારમાં પ્લેન તૂટી પડ્યું હતું. પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું તે સ્થળે ગાયોનું ધણ ચરી રહ્યું હતું. જેથી ઘણી ગાયોના મોત નિપજ્યા છે. ઘટનાસ્થળની નજીક પશુઓને ચરાવી રહેલા માલધારીઓએ પશુઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્લેન સીધું જ ગાયોના ધણ પર પડ્યું હતું. જેમાં ૫ ગાયોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કયા કારણોસર આ દૂર્ઘટના સર્જાઇ તે અંગે હજુ જાણી શકાયું નથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here