ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ આજે ગુજરાતની મુલાકાતે,

0
194
Advertisement
Loading...

અમદાવાદ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ ભારતના પ્રવાસે છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ દુનિયાના ત્રીજા એવા નેતા છે જે માત્ર 40 જ મહિનામાં અમદાવાદની મુલાકાત લઈ રહ્યાં છે. નેતન્યાહૂના લગભગ 6 કલાકના રોકાણમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથ આપશે. ઈઝરાયેલના વડાપ્રધાનના આ મુલાકાત દરમિાયન રોડ- શો, બાવળા ખાતેના આઈ-ક્રિયેટ સંસ્થાની મુલાકાત તથા પ્રાતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત મુખ્ય રહેશે. નેતન્યાહૂ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની અમદાવાદ મુલાકાતની રૂપરેખા

10.00 વાગે પીએમ મોદીનું અમદાવાદમાં આગમન થશે.
10.30 વાગ્યે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂનું અમદાવાદમાં આગમન થશે.
એરપોર્ટથી રોડ શો કરીને બંને મહાનુભવો વિશ્વ વિખ્યાત સાબરમતી આશ્રમ જશે.
અહીં બંને નેતાઓ લગભગ અડધો કલાક વિતાવશે.
નેતન્યાહૂ ચરખો પણ કાંતશે.
12.30 સાબરમતી આશ્રમથી બાવળા આઈ ક્રિએટ સેન્ટર જવા નિકળશે.

14.00 વાગ્યે સાબરકાંઠાના વદરાડ ખાતે જશે અને હોર્ટીકલ્ચર પાર્કની મુલાકાત કરશે.                                                                            વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેન્જામિન નેતન્યાહૂ સાથે એરપોર્ટથી સાબરમતી આશ્રમ એટલે કે આશરે 9 કિમી લાંબો રોડ શો કરીને પહોંચવાના છે. આ રૂટ પર ગુજરાત સહિત વિવિધ રાજ્યોના કલાવૃંદો તેમની ભાતિગળ સંસ્કૃતિ નૃત્ય સ્વરૂપે રજુ કરશે. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રિવરફ્રન્ટ તરફ ભારત ઈઝરાયેલની મિત્રતાનો પતંગ ચગાવવાનું પણ આયોજન છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here