ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ : CBI કોર્ટે વણઝારા અને અમીન દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજી ફગાવી

0
102
Advertisement
Loading...

રાજ્યના બહુચર્ચિત એવા વર્ષ ૨૦૦૪માં અંજામ અપાયેલા ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નિવૃત્ત પોલીસ અધિકારી ડી જી વણઝારા અને એન કે અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરવામાં આવી હતી, તે અરજી સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

અગાઉની સુનાવણી વખતે સીબીઆઈ તરફથી વણઝારા અને અમિન તરફથી કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, એન.કે અમીન સામે અપરાધિક ષડયંત્રનો કેસ સાબિત થયો છે. તેઓ એન્કાઉન્ટર વખતે શૂટઆઉટમાં સામેલ હતા.

વણઝારાના વિરોધ પાછળ સીબીઆઈએ રજૂઆત કરી હતી કે તેમની સામે પણ ષડયંત્રનો કેસ સાબિત થયો છે. એટલું જ નહીં તેમની સૂચનાથી જ એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here