વડોદરામાં ભાજપનાં ધારાસભ્ય અને મ્યુ.કમિશ્નર વચ્ચે ભ્રષ્ટાચારનાં મામલે લડાઇ

0
183
Advertisement
Loading...

વડોદરાનાં મ્યુનિસિપલ કમિશ્નર વિનોદ રાવ સામે મેદાને પડેલાં ભાજપનાં વડોદરાનાં જ ધારાસભ્ય યોગશ પટેલે વિનોદ રાવ સામે ભ્રષ્ટાચારનાં વધુ કેટલાક આક્ષેપો કર્યા છે.

યોગેશ પટેલે વિનોદ રાવ પર તેમનાં વડોદરામાં કલેક્ટર સમયનાં કાર્યકાળ દરમ્યાન જમીનોનાં કેસોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લગાવી સરકાર પાસે તેનાં પુરાવા પુરાવાની માંગ કરી છે. જયારે સંજય નગરના 2100 કરોડના કૌભાંડ અંગે ના એક્ષ્પો અંગે પૂછતાં તેવો ચોકી ઉઠ્યા હતા અને આ વિવાદસ્પદ કૌભાંડ રદ થવું જોઈએ કે કેમ તે અંગે જણાવ્યું હતું આ રાડ કરવું કે નહિ તે કમિશ્નર નક્કી કરે

વડોદરામાં ભાજપનાં ધારાસભ્ય યોગેશ પટેલ અને મ્યુ.કમિશ્નર ડો.વિનોદ રાવ વચ્ચે ભ્રષ્ટાચારનાં મામલે શરૂ થયેલી લડાઇ હવે એકબીજાનાં કાચા ચિઠ્ઠા પ્રજા સમક્ષ ખોલી રહી છે. શહેરનાં સંજયનગર વિસ્તારની જમીનનાં 2000 કરોડનાં કથિત કૌભાંડ મામલે ધારાસભ્ય યોગેશ પટેલ તેમજ મેયર ભરત ડાંગરનું નામ ઉછળતા રાજકીય ગરમાવો આવ્યો હતો.

આ મામલે પોતાનાં બેબાક બોલ માટે જાણીતાં ભાજપનાં ધારાસભ્ય યોગેશ પટેલે આ સમગ્ર મામલામાં વડોદરાનાં મ્યુ.કમિશ્નર વિનોદ રાવ પર પોતાને બદનામ કરવાનો આક્ષેપ કરી વિનોદ રાવ પર ભ્રષ્ટાચારનાં રૂપમાં સોનાનાં બિસ્કિટ સ્વીકારતાં હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પોતાનાં 50 વર્ષની રાજકીય કારકિર્દી પર લાંછન લાગતાં ધારાસભ્ય યોગેશ પટેલ હવે મ્યુ.કમિશ્નર સામે લડી લેવાનાં મૂડમાં છે.

યોગેશ પટેલે આજે વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરી મ્યુ.કમિશ્નર વિનોદ રાવ પર વધુ કેટલાંક આક્ષેપો કર્યા છે. ભાજપનાં ધારાસભ્યએ કમિશ્નર રાવ પર ભૂતકાળમાં તેમનાં વડોદરાનાં કલેક્ટર પદે રહેતાં જમીન સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારનાં અનેક સંગીન કેસોમાં શામિલ હોવાનો આરોપ કર્યો છે.

યોગેશ પટેલે આ મામલે વડોદરાનાં હાલનાં કલેક્ટર ઉપરાંત રાજ્ય સરકારનાં તપાસણી વિભાગને પત્ર લખી વિનોદ રાવ સામે ભૂતકાળમાં થયેલાં ભ્રષ્ટાચારનાં કેસો તેમજ આક્ષેપોનાં પુરાવાની માંગ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here