સિવિલ હોસ્પિટલમાં આગથી 4 બસ અને 1 ટ્રક બળીને ખાખ

0
233
Advertisement
Loading...

અમદાવાદ: શહેરની જાણીતી સરકાકી સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

આગ એ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે 4 બસ અને 1 ટ્રક બળીને ખાખ થઇ ગયા છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

જો કે આ ઘટના કયા કરણોસર સર્જાઈ તેનુ કારણ અકબંધ છે. તેમજ આગથી કોઇ જાનહાનિ થઇ હોવાનું હજુ સુધી જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે 2018ની શરૂઆતથી જ રાજ્યભરમાં રોજબરોજના કોઇને કોઇ શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. જેમાં ઘણું નુકસાન પણ થાય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here