અમદાવાદમાં રસ્તાઓની બિસ્માર હાલતથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો.

0
198
In the absence of roads in Ahmedabad, the people got angry
Advertisement
Loading...

અમદાવાદમાં કોઈ વીવીઆઈપી આવવાના હોય તો રસ્તાઓ એકદમ લીસા રાતોરાત કરી દેવામાં આવે છે. તે સિવાયના વિસ્તારોમાં રસ્તાઓની હાલતથી નગરજનો પરેશાન થઈ ઉઠ્યાં છે. ગોતામાં સ્થાનિકોએ વિરોધ દર્શાવવા રસ્તાઓ મરી પરવાર્યા હોવાનું જણાવી તેમના બેસણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. સ્થાનિકોના આ અનોખા વિરોધને ચોમેરથી પ્રતિસાદ સાંપડ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાને આડેહાથે લીધી હોવા છતાં નધરોળ તંત્રને કઈં અસર થતી નથી. ગોતા વિસ્તારમાં જ્યાં ત્રીસથી વધું સોસાયટીઓ જોડેયેલી છે તે રસ્તાઓની બિસ્માર હાલતથી લોકો અકળાઈ ઉઠ્યાં છે. સ્થાનિક કોર્પોરેટર અને ધારાસભ્ય પણ કોઈ રસ દાખવતા ન હોય, લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા, આખરે શહેરીજનોને વિરોધ કરવાનો વારો આવ્યો છે.

ગોતામાં સ્થાનિકોએ બેસણું કરી રસ્તા પર સફેદ ચાદર પાથરી રીતસરની પોક મૂકી રડ્યા હતા. લોકોએ સફેદ કપડાં પહેરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈને રામધૂન બોલાવી હતી. આ રીતે તંત્રના બહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાની લોકોએ કોશિશ કરી હતી. અમદાવાદના ગોતા વિસ્તારના લોકોએ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અને અધિકારીઓ પાસે પણ રજૂઆતો કરી હતી. દરમિયાન લોકોએ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને તેમના ઘર પાસેનો જ રસ્તો ખોદી નાખવામાં આવશે તેવી ચિમકી પણ આપી હતી.

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા, યુવકો અને બાળકો સહિત સ્થાનિક લોકો જોડાયા હતા. ચોમાસાને ખાસ્સો સમય વીતી ચૂક્યો હોવા છતાં રસ્તાઓ બરાબર રીસરફેસ ન થતાં હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here