ભાજપને લોકસભા ચૂંટણીમાં ગુજરાતની જેમ ફટકો પડી શકે છે ? જાણો કેમ

0
367
Advertisement
Loading...

ગુજરાતમાં ભાજપે 150 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો, જેની સામે તેને માત્ર 99 બેઠકો જ મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં તો ભાજપ સાવ ધોવાઈ ગયો હતી જેનુ એક કારણ ગુજરાતની ભાજપ સરકાર દ્રારા થયેલ ખેડૂતોની અવગણના છે.ત્યારે 2019 માં કેન્દ્રની લોકસભામાં ગુજરાતની આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનો ડર ભાજપને સતાવી રહ્યો છે એમ કહેવુ અનુચિત નથી.!!!

કારણ કે એક તરફ, સરકાર કહે છે કે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરાશે, પણ બીજી બાજુ ખુદ સરકારનો જ રિપોર્ટ કંઈક અલગ જ કહી રહ્યો છે. બજેટ અગાઉ સોમવારે રજૂ કરાયેલા આર્થિક સરવેમાં જણાવાયું છે કે, ક્લાઈમેટ ચેન્જને કારણે સિંચાઈની સુવિધા ન ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં 20-25 ટકાનો જંગી ઘટાડો થઈ શકે છે.

ભારતમાં ખેતી આજે પણ સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે, અને તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક મોટો વર્ગ સંકળાયેલો છે. દેશના બે મોટા રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં થોડા જ મહિનાઓમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે અહીંના પણ ખેડૂતોમાં પાકના પૂરતા ભાવ ન મળતા સરકાર સામે રોષ પ્રવર્તી રહ્યો છે. વળી, આ બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર છે. માટે આગામી ચૂંટણી ભાજપ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે.

રાજસ્થાન અને એમ.પી.ની ચૂંટણી પણ ભાજપ માટે આ મામલે પડકાર રૂપ રહેશે. રાજસ્થાનમાં સત્તાપક્ષને બીજીવાર સત્તા ભાગ્યે જ મળી છે, અને MP માં ખેડૂતોના પ્રશ્નો ઉપરાંત, એન્ટિ ઈન્કમબન્સી ફેક્ટર પણ ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. તેવામાં જો આ બંને રાજ્યોમાં પરિણામ પક્ષની તરફેણમાં ન આવ્યા તો 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડી શકે છે.

નોધનીય છે કે મોદી સરકારની વર્ષ 2014-15માં જે લોકપ્રિયતા હતી તે હવે ધીરે ધીરે ઘટતી જઇ રહી છે. તેના મુખ્ય કારણ સરકાર દ્વારા લેવામાં આવેલ નોટબંદી અને જીએસટીનો નિર્ણય છે. મોદી સરકારે રાતોરાત નોટબંદીનો નિર્ણય લઇને જનતાને સ્તબ્ધ કરી દીધી હતી. આ નિર્ણય બાદ દેશની કરોડો જનતાએ બેંકની બહાર પોતાના નાણાં લેવા લાઇનમાં ઉભા રહેવું પડ્યુ હતુ. જેનાં કારણે મોદી સરકાર પર જનતાનો રોશ વધ્યો હતો

2019ની રાહ આસાન બનાવવાનાં આ છે પાંચ કારણો

1) મોદી સરકારે જનતાને કરેલ વાયદાઓ લોકસભા ચુંટણી પહેલા પુરા કરે તો, જેમ કે મોદીએ નોટબંદીનાં નિર્ણય બાદ કહ્યુ હતુ કે, આ નોટબંદીથી કાળુનાણું એટલુ બહાર આવશે કે દરેકનાં બેંક ખાતામાં 15-15 લાખ જમા કરાવીશું જો તે કરવામા સરકાર સફળ થશે તો જનતાનાં રોષમાં ઘટાડો આવી શકે છે. જીએસટી લાગુ થયા બાદ દેશમાં લાખો લોકોએ પોતાની નોકરી પરથી હાથ ધોવા પડ્યા હતા હવે જો સરકાર તે વિષયે કોઇ સકારાત્મક પગલા ભરશે તો દેશનો મિજાજ બદલાશે અને તેનો ફાયદો મોદી સરકારને આગામી લોકસભાની ચુંટણીમાં થઇ શકે છે.

2) પાકિસ્તાનની જેલમાં સજા કાઢી રહેલા કુલભુષણ જાદવને મોદી સરકાર જરૂરી કાર્યવાહી કરીને સુરક્ષિત ભારત લાવે છે અને તેને દુનિયાભરમાં સન્માન અપાવી શકે તો મોદી સરકાર માટે તે મોટી સફળતા કહેવાશે.

3) દેશમાં બેરોજગારી વધી રહી છે અને નોકરીઓ ઘટી રહી છે. જો દેશમાં નોકરીઓની તકોમાં વધારો કરવામાં સરકાર સફળ રહે તો ઘણા લોકોને રોજી મળી રહે. સરકાર આ મુદ્દે કોઇ ખાસ નિર્ણય લે તો તેની લોકપ્રિયતામાં ફરી વધારો આવી શકે છે.

4) આપણો દેશ ખેતીપ્રદાન છે અહી ખેડૂતો અવારનવાર મોતને ભેટી રહ્યા છે, સરકાર દ્વારા ખેડૂતોને ઘણી મદદનું એલાન કરવામાં આવતુ હોય છે પરંતુ શું તે મદદ ખેડૂત સુધી પહોચે છે કે કેમ? જો નથી પહોચતી તો તેનું કારણ શું છે? તે જાણવાનો સરકાર પ્રયત્ન કરે અને યોગ્ય મદદ ખેડૂતોને પહોચાડે તો તેમને સીધો લાભ મળી શકે છે.

5) આજે દેશમાં મોંઘવારીએ પાછલા વર્ષનાં બધા જ રેકોર્ડો તોડી દીધા છે, ત્યારે સરકાર આ મોંઘવારીને દાબી શકે તેવા નિર્ણયો લઇ દેશની જનતાને ભેટ આપી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here