રાજકોટમાં એન્જી. વિદ્યાર્થી રહસ્યમય રીતે લાપત્તા બનતાં ચકચાર

0
177
In Rajkot, the student disappeared secretly
Advertisement
Loading...

(જી.એન.એસ) રાજકોટ, રાજકોટમાં લોહાણા બોર્ડિંગમાં રહેતો એક વિદ્યાર્થી છેલ્લા ચાર દિવસથી રહસ્યમય રીતે લાપત્તા બનતાં ચકચાર મચી છે. પરિવારજનોનું કહેવું છે કે વિદ્યાર્થી કાલ્પનિક ભયથી પીડાતો હતો. તેજસ્વી પુત્ર રહસ્યમય રીતે લાપત્તા બનતાં પરિવારજનો ચિંતિત બન્યા છે. આખરે આ મામલે ફરિયાદ નોંધાવાતાં એ.ડીવી. પોલીસે તપાસ હાથ ધરી છે. નજીકમાં લગાવેલા સીસીટીવીમાં બહાર જતા નજરે ચડ્યો હતો. મૂળ કાલાવડનો અને આત્મીય કોલેજમાં ઈલે.એન્જીિનીયરીંગનો વિદ્યાર્થી મયંક ધર્મેશભાઈ સોઢા (ઉ.વ.૧૯) ગત ૧ ફેબ્રુઆરીએ વહેલી સવારે બોર્ડિંગમાંથી નિકળ્યા બાદ પરત નહીં ફરતાં ચિંતિત બનેલા પરિવારજનોએ શોધખોળ શરૃ કરી છે પરંતુ ચાર દિવસ છતાં તેનો કોઈ અત્તોપત્તો નથી. આ વિદ્યાર્થી કોલેજમાં ટોપર રહી ચૂક્યો છે.

છાત્રના મામા જયસુખભાઈ સોનછત્રાએ જણાવ્યું કે તેનો ભાણેજ ગત ૩૧મીએ જ કાલાવડ ઘરે માતા-પિતાને મળવા આવ્યો હતો અને બીજા દિવસે રાજકોટ પરત ફર્યા બાદ લાપત્તા બન્યો છે. બોર્ડિંગના સાથી મિત્રને દૂધ પીવા જવાનું કહી સવારે ૬ કલાક આસપાસ સાદા વસ્ત્રોમાં બહાર નિકળતો સીસીટીવીમાં જોવા મળે છે.
વિદ્યાર્થીના ભાઈ અવિનાશે જણાવ્યું કે જૂનાગઢ ગયા બાદથી તેનો ભાઈ કાલ્પનિક ભયથી પીડાતો હતો. બારીમાંથી કોઈ પાસે આવતું હોવાનો અને પડછાયો પીછો કરતો હોવાનું કહેતો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here