ગુજરાતમાં દારૂબંધી..!! ક્યાંક ટેક્સીમાં તો ક્યાંક મકાઈની ગુણમાંથી દારૂ મળ્યો

0
223
In Gujarat, liquor prohibition Somewhere in the taxi, you get some alcohol from the point of corn
Advertisement
Loading...

અરવલ્લી, ગાંધીજીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં દારૂ માફિયાઓ યેનકેન પ્રકારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની ફિરાકમાં રહેતા હોય છે, તાપી વ્યારાના માયાપુરા ગામે પાસેથી આવી જ એક દારૂની હેરાફેરીની ચોંકાવનારી મોડ્‌સ ઓપરેન્ડી બહાર આવી છે.જેમાં મકાઈની ગુણોની આડમાં ટ્રકની કેબિનની આસપાસમાં બનાવેલ ખાસ પ્રકારની બનાવટમાં ૧૩૭૧ જેટલી વિદેશી દારૂની બોટલો સંતાડેલ હતી. સુરત રેન્જ આઈ.જી.ની ટીમે ૦૯ લાખથી વધુની કિંમતના દારૂ તથા ટ્રક મળી કુલ ૨૬ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરી હતી.ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં દારૂની હેરાફેરી માટે નવો કીમિયો પણ જડપાઇ જવા પામ્યો હતો. મેઘરજ તાલુકામાં દારૂની હેરાફેરી માટે ટેક્સીનો ઉપયોગ કરીને દારૂની હેરફેર કરવામાં આવી રહી હતી. જો કે પોલીસે બાતમીને આધારે દારૂ ભરેલી ૨ કાર ઝડપી ૨ લાખના દારૂ સાથે મળીને કુલ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે બંને આરોપીઓ ફરાર થઇ જતા તપાસ હાથ ધરી હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here