Advertisement

(જી.એન.એસ) અમદાવાદ, ‘ઉડે દેશ કા આમ નાગરિક’ (ઉડાન) યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાજ્ય હવાઇ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસનને પ્રોત્સાહન અને મૃતઃપાય થયેલા નાના એરપોર્ટમાં નવા પ્રાણ ફૂંકાય તે આ યોજનાનો મુખ્ય હેતુ છે, પરંતુ ગુજરાતમાં હાલ અમદાવાદને બાદ કરતા તમામ ૧૦ એરપોર્ટ કેન્દ્ર સરકાર માટે ’સફેદ હાથી’ સમાન પુરવાર થતા જંગી ખોટનો સામનો કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭માં માત્ર અમદાવાદ એરપોર્ટની રૂ. ૬૭.૨૭ કરોડ સાથે નફામાં ’ઉડાન’ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં માત્ર અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રૃ. ૬૭.૨૭ કરોડ સાથે નફો કરવામાં સફળ રહ્યું હતું.

આ સિવાયના એરપોર્ટે રૃ. ૨.૨૨ કરોડથી રૃ. ૪૦.૮૨ કરોડની ખોટ ખાધી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતના એરપોર્ટનો આર્થિક ચિત્તાર જાણવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સમક્ષ કરવામાં આવેલી રાઇટ ટુ ઇન્મોર્શેન (આરટીઆઇ) અરજીમાં આ ખુલાસો થયો છે. ઓક્ટોબર ૨૦૧૬માં વડોદરા એરપોર્ટના રૃ. ૧૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઇન્ટરનેશનલ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલબત્ત,વડોદરા એરપોર્ટે રૃ. ૧૯.૧૮ કરોડની ખોટ ખાધી હતી. અમદાવાદ એરપોર્ટે નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં રૃ. ૭૩.૮૦ કરોડનો નફો કર્યો હતો. આમ, ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ વખતે નફામાં ઘટાડો થયો છે. હાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અમદાવાદ એરપોર્ટનું આંશિક ખાનગીકરણ કરવાની પ્રક્રિયા કરવાની તૈયારીમાં છે.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here