અમદાવાદ RTO માં હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ લગાવવામાં ઉઘાડી લૂંટ

0
197
In Ahmedabad RTO Robbery opened in a hypercritical number plate
Advertisement
Loading...

(જી.એન.એસ) અમદાવાદ આર.ટી.ઓ.માં એચએસઆરપી (હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ) લગાવવા માટેના ખૂણે ખાંચરે થતો ભ્રષ્ટાચાર હવે જાણે રોજિંદો વ્યવહાર બની ગયો છે. આરટીઓ કમ્પાઉન્ડ ખુલ્લેઆમ એજન્ટોને શરણે ગયું છે અને રોજનાં હજારો વાહનચાલક એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે બે થી ત્રણ ધક્કા ખાવાની મજબૂરીથી બચવા માટે છેવટે એજન્ટને શરણે થાય છે. તેમની આ મજબૂરીનો લાભ ઉઠાવી એજન્ટ પણ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે છતાં આરટીઓ તંત્ર સબ સલામતનો દાવો કરી રહ્યું છે.

જૂનાં વાહનમાં એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરવા માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન બાદ વાહનચાલકનો ધસારો વધી જતાં ડિમ્ડ ડીલરોને પણ એચએસઆરપી નંબર પ્લેટ લગાવી આપવાનો પાવર અપાયો છે જોકે તેના માટે પણ નિયત ચાર્જ કરાયો છે તેનાથી વધુ રકમ વસૂલી શકાય નહીં છતાં તેઓ પણ રૂ.૧૪૦ની ટુ વ્હીલરની નંબર પ્લેટના રૂ.પ૦૦ ઉઘરાવી રહ્યા છે.

સરકારે એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદતમાં તાજેતરમાં ૧પ જાન્યુઆરીના બદલે એક મહિનાનો વધારો કરી ૧પ ફેબ્રુઆરી સુધીની કટઓફ ડેટ આપી છે. સામાન્ય રીતે લોકો સરકારી તંત્ર પર પૈસાની ચૂકવણીના મુદ્દે વધુ વિશ્વાસ રાખતા હોવાના કારણે તેમજ ડિમ્ડ ડીલરોની માહિતી પૂરતી નહીં હોવાને કારણે આરટીઓ પહોંચી જાય છે. પરંતુ સરળ જાહેર કરાયેલી જટિલ પ્રક્રિયામાં તેઓ અટવાઇ જતાં છેવટે એજન્ટને શરણે જાય છે.

બેરોકટોક ખુલ્લેઆમ એજન્ટ હેરાન થતા વાહનમાલિકોને ફોસલાવે છે કે, અમારું સેટિંગ છે અમારે અંદર પૈસા આપવાના હોય છે તમારે બીજો ધક્કો ન ખાવો હોય તો આજે જ તમારી નંબર પ્લેટ લગાવી દઉં નંબર પ્લેટ લાગ્યા પછી જ તમારે પૈસા આપવાના. પણ એ પૈસાની રકમ ડબલ થઇ જાય છે.

જે કામ કાયદેસર રીતે એક જ દિવસમાં થવું જોઇએ તે જ કામ એજન્ટ પાસે ખુલ્લેઆમ કરાવાઇ રહ્યું છે જેનો ભોગ બાપડાં વાહનમાલિકો બની રહ્યા છે. ડિમ્ડ ડીલરને ત્યાં જાય તો પણ રૂ.પ૦૦ અને આરટીઓમાં જાય તો પણ રૂ.પ૦૦ ખર્ચવા પડે છે. એક કહીને પૈસા પડાવે છે અને બીજો એજન્ટ દ્વારા પાછલા બારણેેથી પડાવે છે.
તેમાં વાહનમાલિકોની હાલત ‘જાયે તો જાયે કહાં’ જેવી થઇ છે. જો બેમાંથી એકેયને શરણે ના થાય તો પોલીસના દંડના શરણે થવાની નોબત નજીકના સમયમાં આવવાની જ છે અને છેવટે તો રૂ.૩પ૦ બચાવવા જતાં ત્રણ દિવસનું પેટ્રોલ અને સમયનો વેડફાટ વધારાનો. આ બધાનો હિસાબ કરીને બિચારાં વાહનમાલિકો આરટીઓ કચેેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે.

આ અંગે આરટીઓ જી.એસ. પરમારે જણાવ્યું હતું કે આવી કોઇ બાબત અમારા ધ્યાનમાં નથી. જો કોઇ પણ વાહન માલિક આવીને આ પ્રકારની ફરિયાદ કરશે તો અમે ત્વરિત પગલાં લઇશું.

સૌ પ્રથમ આરટીઓમાં વાહન ચાલક કે માલિકોએ લાંબીલચક લાઇનમાં ઊભા રહીને આરસીબુકની કોપી સબમિટ કરીને ફોટો પડાવવાનો રહે છે. ત્યારબાદ ફરી લાઇનમાં ઊભા રહીને પૈસા જમા કરાવવા પડે છે. પૈસા જમા કરાવ્યા બાદ વાત આટલેથી અટકતી નથી બારી પર જ કહેવાય છે કે, પૈસા લેવાઇ ગયા પણ એસએમએસ આવે ત્યારે આવજો.
આ નવું તૂત છેલ્લા એક અઠવાડિયાથી શરૂ કરાયું છે. ખુદ આરટીઓએ જાહેરાત કરી હતી કે કોઇપણ પ્રકારની એપોઇન્ટમેન્ટ વગર કોઇ પણ વાહનમાલિક એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવવા માટે કચેરીમાં ૧પમી ફેબ્રુઆરી સુધી આવીને સરળતાથી કામ કરાવી શકે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here