હિંમત હોય તો સરકાર રાધનપુરમાં કોઇ કાર્યક્રમ કરી બતાવે : અલ્પેશ ઠાકોર

0
114
Advertisement
Loading...

રાધનપુર, સમી અને સાંતલુપર તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે આજે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રાંત કચેરી ખાતે ધરણાં શરૃ કર્યાં છે. અહીં ધરણાં કાર્યક્રમ માટે મંડપ બાંધવામાં આવ્યો છે. ધરણા કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઠાકોરે ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી સાથે સરકારને ખુલ્લી ચીમકી આપી હતી. અલ્પેશે કહ્યું કે, સરકારમાં હિંમત હોય તો મારા વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમ કરી બતાવે.

ધરણાં કાર્યક્રમ ખાતે ખેડૂતોને સંબોધતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, *બહેરી-મૂંગી અને અસંવેદનશીલ સરકાર સામે આપણે આપણી સાચી પીડા રજુ કરવાની છે. આ નેતાઓમાં લાગણી જેવું જ કંઈ નથી. મારા મત વિસ્તારના લોકોને ખૂબ અન્યાય થયો છે. મારા મતવિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળતું. પૂર આવ્યું હતું ત્યારે પણ અહીં પીવાની પાણીની સમસ્યા હતી. આવી સમસ્યા હોવા છતાં સરકારે આ તાલુકાના અછતગ્રસ્ત કેમ જાહેર નથી કર્યો તેનો જવાબ સરકારે આપવો પડશે. આ લોકોને મૂંગા ઢોર પર પણ દયા નથી આવતી.

અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં અનેક પ્રશ્નો છે. ફક્ત વાતો થાય છે. નર્મદાનું પાણી હજુ સુધી અહીં પહોંચ્યું નથી. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. ઘાસચારીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. કચ્છ, કાંકરેજ, સુઈગામ અને ચાણસ્માને અછતગ્રસ્ત જાહેર કર્યું તો રાધનપુરમાં ક્યાં આભા ફાટે એટલો વરસાદ પડયો છે તો જાહેરાત નથી કરવામાં આવતી. સરકાર પર આકરા પ્રહાર કરતા અલ્પેશ કહ્યું કે,જો તમારામાં માનવતા જીવતી હોય તો રાધનપુરને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરજો, નહીં તો અહીંથી ટ્રેક્ટર, ગાડી પાઈપો લઈને ગાંધીનગર આવીશું. એકલા નહીં પરંતુ અમારા બાળકો અને ઢોરઢાખર સાથે આવીશું. જો હિંમત હોય તો મારી વિધાનસભા વિસ્તારમાં એક પણ સરકારી કાર્યક્રમ કરીને બતાવો. હવે પછી હું રાધનપુરમાં કોઈ સરકારી કાર્યક્રમ નહીં થવા દઉં. સરકારે એટલું સમજી લે, આ તમારી પેઢી નથી. જો ગેરરીતિ કરતા પકડાયા તો ખેર નથી. છ મહિનાથી હું બધાના હિસાબ લખું છું. આજથી હું શ્રીગણેશ કરી રહ્યો છું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here