ઈડરિયા ગઢને ચૂંટણી મુદ્દો બનાવી ભાજપ-કોંગ્રેસ મેદાને.

0
172
BJP-Congress fray for Idar election issue

ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા અકબંધ,વિકાસ નામે મીંડુ

Advertisement
Loading...

(GNS) ગાંધીનગર, ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર નગર પાલિકાઓની ચૂંટણીના પડઘમ હવે વાગી ગયા છે. દરેક જગ્યાએ ચૂંટણી વિકાસના મુદ્દે લડાઈ રહી છે. ત્યારે આનાથી વિપરીત સાબરકાંઠા જીલ્લાનાં ઇડરમાં ચૂંટણી ઈડરિયા ગઢને નામે લડાઈ રહી છે. ગુજરાતમાં આગામી ૧૭ તારીખના રોજ યોજાનાર નગર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે. ત્યારે સાબરકાઠા જીલ્લાના ઇડરમાં આ વખતે અજેય ગણાતા ઈડરિયા ગઢને ચૂંટણી મુદ્દો બનાવીને ચૂંટણી જીતવાના પ્રયાસો થઇ રહ્યા છે.

ઇડર પાલિકાની વાત કરીએ તો પાલિકામાં કુલ મતદારો ૨૨,૦૦૦ છે.જેમાં ૧૬,૧૬૫ પુરુષ મતદારો જ્યારે ૧૫,૦૦૧ સ્ત્રી મતદારો છે.પાલિકામાં કુલ ૭ વોર્ડ છે. વર્ષ ૨૦૦૨થી અમલમાં આવેલી ઇડર નગર પાલિકામાં આજ દિન સુધી કોંગ્રેસને વિપક્ષમાં જ બેસવાનો વારો આવ્યો છે.ત્યારે હવે કોંગ્રેસ છેલ્લા બે વર્ષથી ઇડરમાં ચાલી રહેલા ગઢ બચાવો અભિયાનને આગળ કરીને ચૂંટણી જીતવા માટેના પ્રયાસો ચાલુ કર્યા છે. વાત કરીએ વિકાસના કામોની તો અત્યાર સુધીમાં ભાજપ શાષિત ઇડર પાલિકાએ ૩૫ કરોડ ગટર યોજનાના કામોમાં, ૭ કરોડ જેટલા રોડના કામોમાં અને ૧૨ કરોડ રૂપિયા મિનરલ પ્લાન્ટના કામોમાં વાપર્યા છે. આમ છતાં ઇડરમાં ગંદકી જૈસે થે છે. ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યા અકબંધ છે. તો મિનરલ પાણી પણ હજુ સુધી નસીબ થયું નથી.

જો કે ભાજપા દ્વારા ઇડરમાં વિકાસ જ વિકાસ બતાવાઈ રહ્યો છે. વળી, ઇડર પાલિકાની ચૂંટણીમાં ભાજપની વાત કરીએ તો ભાજપ જાણે ગઢની ભેખડે ભારાયું છે.ઇડર પાલિકામાં કુલ ૭ વોર્ડ છે. ત્યારે ભાજપમાં ૧૦૦થી વધુ કાર્યકરોએ અહી ચૂંટણી લડવા મેટ ટીકીટ માંગેલી. જો કે જે લોકોને ટીકીટ ના મળી તે લોકોએ બળવો કરી અપક્ષમાં જંપલાવ્યું છે. એક તરફ ગઢના મામલે ભાજપમાં ભીંસમાં છે. તો બીજી તરફ બળવાખોરોએ ભાજપમાં નવી ભવાઈ ઉભી કરી દીધી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here