પત્ની પતિના મિત્ર સાથે ઘરમાં જ રંગરેલિયા મનાવતી હતી ને પતિ આવી ગયો, પછી શું થયું?

0
1740
Advertisement
Loading...

શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ પતિએ પ્રેમી સાથે રંગહાથ પકડી પાડતાં હોબાળો મચી ગયો હતો. યુવકના મિત્ર સાથે જ પત્નીને પ્રેમસંબંધ બંધાયા હતા. પતિને શંકા જતાં પત્ની પર વોચ ગોઠવતાં આ અનૈતિક સંબંધનો ભાંડો ફૂટી ગયો હતો.

આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પરેશ પત્ની પ્રિયા(બંનેના નામ બદલ્યા છે) સાથે રહે છે. પરેશને રમેશ(નામ બદલ્યું છે) સાથે મિત્રતા હતા. રમેશ પોતાના મિત્રને મળવા માટે અવાર-નવાર પરેશના ઘરે આવતો હતો.

અવાર-નવાર રમેશ પરેશના ઘરે આવતો હોવાથી પ્રિયા તેની તરફ આકર્ષાઇ હતી અને બંને વચ્ચે અનૈતિક સંબંધ વિકસ્યા હતા. પ્રિયા રમેશ પાછળ પાગલ હતી અને બંને ઘર બહાર પણ મળવા લાગ્યા હતા. પત્નીનું વર્તન બદલાતાં પરેશને પ્રિયા પર શંકા થવા લાગી હતી.

પત્ની પ્રિયા પર શંકા જતાં તેણે તેના પર વોચ ગોઠવતાં પ્રિયાને તેના જ મિત્ર રમેશ સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આને કારણે બંને મિત્રો વચ્ચે પણ ખટાશ આવી ગઈ હતી.

બીજી તરફ પરેશની ગેરહાજરીમાં રમેશ તેના ઘરે આવતો હતો અને પ્રિયા સાથે અંગતપળો માણતો હતો. એક દિવસ પરેશે રમેશને અંગતપળો માણતા રંગેહાથ પકડી પાડતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના પછી પ્રિયા પરેશને છોડીને જતી રહી હતી.

પરેશે પત્નીને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, પરંતુ એક દિવસ રમેશ હાથે આવી જતાં તેને પકડી પરેશે પોલીસને ફોન કરી બોલાવતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પરેશ અને તેના મિત્રોએ તો પોલીસ સ્ટેશનમાં જ રમેશને મારવા લીધો હતો. જોકે, પોલીસ વચ્ચે પડી હતી અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here