પાસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો વધારો ? જાણો કેમ

0
205
Advertisement
Loading...

ગુજરાત માં પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલ Patel વિરુદ્ધ સરકારે કરેલા રાજદ્રોહના કેસ અંગે સેશન કોર્ટ દ્વારા ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી. રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. હાર્દિક પટેલ દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવતા પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદાર સમુદાય માટે અનામતની માંગ કરીને જોરદાર આંદોલન છેડીને દેશભરમાં ખળભળાટ મચાવનાર પાટીદાર નેતા હાર્દિક પટેલ સામે પોલીસે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. પોલીસે હાર્દિક સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ચાર્જશીટમાં કોલ રેકોર્ડ સાથે સંબંધિત દસ્તાવેજો, વોટ્સઅપમાં થયેલી વાતચીતની માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઉલેખનીય છે કે અગાઉ હાર્દિક પટેલના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, હાર્દિક પટેલે ગુજરાતની શાંતિ અને વ્યવસ્થા ડહોળાય તેવું કોઈ વિવાદિત નિવેદન આપ્યું જ નથી. હાર્દિકના વકીલે ભાજપ પર પણ આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે એફઆઈઆરમાં અલગ અલગ જગ્યાઓ પર બોલાયેલી વાતો તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે.

હાર્દિક ના વકીલે મીડિયા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, એફઆઈઆર મુજબ તો મીડિયાએ હકીકતોને તોડી મરોડીને બતાવી હતી અને તેથી હિંસા ભડકી હતી. હાર્દિક પટેલનો તેમાં કોઈ રીતે હાથ નથી.

હાર્દિકના વકીલ ની દલીલ બાદ કોર્ટ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. જોકે, ચૂંટણી બાદ યોજાયેલી સુનાવણીમાં હાર્દિક પટેલ સાથે પાસના પૂર્વ કન્વીનર ચિરાગ પટેલ, દિનેશ બાંભણીયા અને અન્ય પાસ કન્વિનરો હાજર રહ્યાં હતાં.

કોર્ટે આ કેસની વધુ સુનાવણી 16મી જાન્યુઆરી પર મુલતવી રાખી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here