ભાજપના નેતાના ભત્રીજાની યુવતીએ કઈ રીતે બનાવી સેક્સ ક્લિપ? જાણો વિગત

0
454
Advertisement
Loading...

અમદાવાદઃ ભાજપના દિગ્ગજ નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીના ભત્રીજાની સેક્સ ક્લિપ બનાવીને બ્લેકમેલ કરવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીએ પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને મળવા બોલાવી આ ક્લિપ ઉતારી લીધી હતી.

આ અંગેની વિગતો એવી છે કે, નરોડામાં રહેતા અને મૂળ કચ્છના સુનિલ વસંતભાઈ ભાનુશાળી અને નખત્રાણાના મનીષાબેન ગજ્જુગિરી ગોસ્વામી છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના સંપર્કમાં છે. ગત ફેબ્રુઆરી મહિનામાં મનીષાબેને તેમના સગાને સિવિલમાં દાખલ કર્યા હોવાનું કહીને સુનિલભાઈને સિવિલ હોસ્પિટલ નજીક કચ્છી ભવન ખાતે મળવા બોલાવ્યા હતા.

મનીષાબેન અહીં રૂમ રાખ્યો હતો. જ્યાં સુનિલભાઈ પ્રવેશતા જ મનીષાએ અચાનક સ્પ્રે છાંટતા બેભાન જેવા થઈ ગયા હતા. સુનિલભાઈ બેભાન થઈ જતાં જ મનિષાએ પોતાના સાગરીતોની મદદથી યુવતી સાથેનો સુનિલભાઈનો અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો અને પછી ત્યાંથી નીકળી ગયા હતા. બે કલાક બાદ સુનિલભાઈ ભાનમાં આવ્યા તો રૂમમાં કોઈ હાજર ન હતું. આ ઘટનાના થોડા દિવસ પછી મનીષાબેન સુનિલભાઈને નરોડા ખાતે મળ્યા હતા અને તેણે તેના મોબાઈલમાં એક વીડિયો ક્લિપ બતાવી હતી. જેમાં સુનિલભાઈનું અજાણી છોકરી સાથે કઢંગી અને નિર્વસ્ત્ર હાલતમાં વિડીયો રેકોર્ડિંગ હતું.

મનીષાબેને આ વીડિયો ક્લિપ બતાવી 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. તેમણે ધમકી આપી હતી કે, મને ૧૦ કરોડ આપી દો એટલે આ ક્લિપ ડિલીટ કરી નાંખીશ અને જો નહી આપો તો આ ક્લિપ હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. આ સાથે તેમણે રૂપિયા આપવા દસ દિવસનો સમય આપ્યો હતો.

આ અંગે સુનિલભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. મનીષા ગોસ્વામી, તેના પતિ ગજ્જુગિરી ગોસ્વામી, ચિરાગ પટેલ અને વિશાલ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here