હાર્દિકના અનશન ચાલુ જ છે, અન્ન કે પાણી લીધું નથી : મનોજ પનારા

0
93
Advertisement
Loading...

હાર્દિક પટેલના ઉપવાસનો આજે ૧૪મો દિવસ છે. આજે ખોડલધામના અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ હાર્દિકની તબિયત લથડતા તેને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે દરમિયાન મનોજ પનારા પણ હાર્દિક સાથે રહ્યા હતા. હાર્દિક પટેલને હોસ્પિટલાઇઝ કરવા મુદ્દે મનોજ પનારાએ નિવેદન આપ્યું હતું.

જેમાં તેમણે કહ્યું કે, હાર્દિકની તબિયત લથડતા હોસ્પિટલાઇઝ કરાયો. હાર્દિક કોમામાં જઈ શકે તેવી શક્યતાને લઈ દાખલ કરાયા છે. નરેશ પટેલ સાથેની મુલાકાતા બાદ તબિયત લથડી હતી. હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

હાર્દિક પટેલ કોમામાં જઇ શકે તેવી શક્યતા હતી. વધુમાં તેમણે કહ્યું કે, હાર્દિકનું અનશન હજુ ચાલુ છે. હાર્દિકે હજુ સુધી અન્ન કે પાણી લીધુ નથી. હાર્દિકે હજુ સુધી પાણીનું ટીપું પણ લીધુ નથી. હાર્દિકે ૨૦ કલાકથી પાણી પીધુ નથી. નબળા સ્વાસ્થ્ય સાથે સમાજની સેવા ન થઇ શકે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here