શું હાર્દિક પટેલ લોકસભા ની ચૂંટણીમાં ઉભો રહેશે કે નઇ ? જાણો

0
326
Advertisement
Loading...

પાસના નેતા હાર્દિક પટેલે હાલમાં જ આપેલા સ્ટેટમેન્ટથી બધાને ચોંકાવી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે જોરશોરથી પ્રચાર કરનારા હાર્દિક પટેલે શુક્રવારના રોજ કહ્યું હતું કે, તે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાના નેતા નથી માનતો. તેણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાને સક્રીય રાજનીતિમાં આવવું જોઈએ. સાથે જ તેણે જાહેરાત કરી હતી કે, 25 વર્ષનો થઈ ગયા બાદ પણ તે આગામી લોકસભા ચૂંટણી નહીં લડે. તેણે એક ટ્વવીટ દ્વારા પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધી તેને પસંદ છે.

એક કાર્યક્રમમાં હાર્દિકે કહ્યું હતું કે, હું વ્યક્તિગતપણે રાહુલ ગાંધીને પસંદ કરું છું, પરંતુ તેને નેતા નથી માનતો, કારણ કે તે મારા નેતા નથી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં હાર્દિકે આખા રાજ્યમાં જોરશોરથી કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. હાર્દિકે દાવો કર્યો હતો કે, કોંગ્રેસે જો તેના આંદોલનને સંપૂર્ણ રીતે સમર્થન કર્યું હોત તો વિધાનસભા ચૂંટણીમાં BJPને માત્ર 66 સીટ જ મળત 99 નહીં.

ઉલ્લેખનીય છે કે અગાઉ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. હાર્દિક પટેલની ઉંમર 2019માં ચૂંટણી લડવા લાયક બની જશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ ઉંમરના કારણે લોકસભાની ચૂંટણી લડી શક્યો નહી પરંતુ લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિકને તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાર્દિક પટેલને ભાજપના અભેધ કિલ્લા જેવી મનાતી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે. 1990થી આ બેઠક ભાજપના કબ્જામાં છે. હાર્દિક સાથે યુવા વર્ગ છે. દરેક સમાજ અને ધર્મના યુવા વર્ગનો હાર્દિકને ટેકો મળી રહ્યો છે. હાર્દિક વિરુધ્ધ અનેક વિવાદો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં હાર્દિકની લોકપ્રિયતામાં જરા પણ ઓટ આવી નથી પરંતુ ઉત્તરોઉત્તર તેમાં વધારો જ થયેલો જોવા મળી રહ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here