હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો ખુલ્લો પત્ર ?

0
414
Advertisement
Loading...

દેશમાં એક ફિલ્મ (પદ્માવત)ને લઇને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સમાન્ય માણસોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ તેને રિલીઝ કરવા માટે હરીઝંડી આપી દીધી છે. તે છતા રાજપુત સમાજનાં લોકો દ્વારા આ ફિલ્મનો ખુલેઆમ વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને કરણીસેનાએ આ ફિલ્મને નહી ચલાવવા સિનેમાઘરોનાં માલિકોને સલાહ આપી છે.

બીજી બાજુ હાર્દિક પટેલે પદમાવત ફિલ્મને લઈને ગુજરાતના મુખ્ય મંત્રી ને ખુલ્લો પત્ર લખ્યો છે.

ઉલેખનીય છે કે ફિલ્મને જોયા વિના અમાન્ય કહેનાર લોકોએ દેશની સર્વોચ્ચ અદાલતની પણ દરકાર કર્યા વિના પ્રદર્શન ચાલુ રાખતા કહી શકાય કે લોકતંત્ર હવે દેશમાં માત્ર નામ જ રહ્યુ છે. આજે દેશનાં અલગ અલગ રાજ્યોમાંથી ખબર મળી રહી છે કે રાજપુત સમાજનાં લોકો દ્વારા રોડ-રસ્તા રોકાઇ રહ્યા છે અને આવતા જતા વાહનોની તોડફોડ કરવામાં આવી રહી છે.

થોડા દિવસ પહેલા બિહારનાં એક સિનેમાંઘરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, વળી રાજપુત સમાજનાં નેતા સુરજ પાલ અમુએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે જે, અભિનેત્રી દિપીકા પાદુકોણ અને સંજય લીલા ભણસાલીનાં માથા વાઢીને લાવશે તેને 10 કરોડનું ઇનામ આપવામાં આવશે.

આ પ્રકારનાં નિવેદનો જ્યારે ખુલેઆમ આવતા હોય ત્યારે દેશનાં ચોકીદાર સમજતા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે ચુપ કેમ છે તે એક મોટો સવાલ બની ગયો છે. શું તે લાચાર છે?, શું તે કોઇ દબાવમાં આવી ગઇ છે? એવુ શું કારણ છે કે જેના લીધે દેશનાં ચોકીદારને મૌન વલણ ધારણ કરવું પડી રહ્યુ છે. આ ફિલ્મને લઇને રાજપુત સમાજની લાગણીને માન આપતા શું મોદી સરકાર ફિલ્મને લઇને કોઇ ખાસ નિર્ણય લેશે કે કેમ તે હવે જોવુ રહ્યુ.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here