શું દિનેશ બાંભણિયા ભાજપમાં જોડાયા ? જાણો વિગત

0
313
Advertisement
Loading...

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PASS) ના મુખ્ય હાર્દિક પટેલે ગુજરાત ના રાજ્યપાલ ઓ. પી કોહલી ને પત્ર લખી ગુજરાત ની હાલ ની સ્થિત વિશે ચર્ચા કરવા મુલાકાત કરવા માટે સમય માંગ્યો પત્ર લખ્યો છે.

આ ઉપરાંત હાર્દિક પટેલે હાર્દિક ઉપરાંત એના 21 પાસ ના કન્વીનારો સાથે મુલાકાત માટે અનુમતિ માંગતો પત્ર લખ્યો. પત્ર મા આ ઉપરાંત ઉલ્લેખ કર્યો કે કોઈ પણ સમાજ ના પરિવર્તન જરૂરી છે, જે બાબતે અમારું સંગઠન આપ સાથે ચર્ચા કરવા માંગે છે.

આ પત્ર મા હાર્દિક પટેલ ના ૨૧ સાથીદારો મા સુરત ના પાસ કન્વીનર અલ્પેશ કથિરીયા, બોટાદ થી દિલીપ સાબવા, મનોજ પનારા, જીતુભાઈ પટેલ તેમજ ૨૧ સાથીદારો ને મળવા માટે અનુમતિ માંગતો પત્ર લખ્યો છે….

આ પત્રમાં થી દિનેશ બામ્ભાનીયાનું નામ ગાયબ છે, અહિયાં ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ દિનેશ બામ્ભાનીયા અને ભાજપ ના વરુણ પટેલ સાથે દેખાયા હતા. જેથી દિનેશ ભાજપમાં શામેલ થઇ ગયો હશે તે વાત નકારી શકાય નહી. ૨ વર્ષ બાદ હાર્દિક પટેલ રાજ્યપાલ ને મળશે, હવે પાસ ને આશા છે કે તેમની માંગણીઓ પૂરી થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here